ગાંધીનગર જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૭ ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેક્ટર–૧૫ ગાંધીનગર ખાતે યોજાશે. જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૭ ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલમહાકુંભનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગર અને નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી થઈ રહ્યું છે.
દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભ આશરે ૪૫૦ કરતાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. ખેલમહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે એથ્લેટિક્સ, સિટિંગ વોલીબોલ અને ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધાના વિજેતાઓ એટલે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ખાસ કરીને, પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને રાજ્ય સ્તરના ખેલમહાકુંભમાં ભાગ લેવાની અમૂલ્ય તક મળશે. આયોજકો દ્વારા જિલ્લાના તમામ દિવ્યાંગ ખેલાડીઓને આ મહોત્સવમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ખેલાડીઓ નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંપર્ક નંબર ૭૦૧૬૮ ૩૫૦૫૮ પર સંપર્ક કરવાનો રહેશે.

