Gujarat

સાયબર ક્રાઇમનો આરોપી 4 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ડિસેમ્બર મહિનામાં મૂળ તમિલનાડુ અને હાલ ઘુમામાં રહેતા એક વેપારીએ 7 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મોનાર્ક નેટવર્થ કેપિટલના નામે તેને વોટ્સએપ ઉપર શેર બજારમાં રોકાણની ટીપ આપતા મેસેજ આવતા હતા. ત્યારબાદ તેના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા શેરબજારમાં રોકાણના નામે વિશ્વાસમાં લઈને તેની સાથે 69.43 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

બેંક એકાઉન્ટમાં 69.43 લાખની રકમ જમા કરાવી હતી આરોપીઓએ ભેગા મળીને પહેલા શેર બજારમાં નાનો ફાયદો થયો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ મોટો ફાયદો હોવાનું જણાવ્યું હતું અને અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 69.43 લાખની રકમ ભરાવી હતી. તેઓએ શેરમાં રોકાણની ખોટી PDF અને ખોટા સ્ટેટમેન્ટ, મોનાર્ક નેટવર્થ કેપિટલનાલેટરપેડ ઉપર લખાણ વગેરે મોકલીને ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો.

પોલીસે આરોપી મનીષ ઠાકોરની મહેસાણાથી અટકાયત કરી આરોપીઓ પૈકી એક આરોપી મનીષ ઠાકોરની પોલીસે મહેસાણાથી અટકાયત કરી હતી. તેને પોતાનું ખોટું નામ વિપુલ ધારણ કર્યું હતું. પોલીસ વતી સરકારી વકીલ એમ.એસ શેખે આરોપીના રિમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે ગુનામાં વપરાયેલા ડિજિટલ ડિવાઇસ મેળવવાના છે. અન્ય આરોપીઓએ પણ આ ગુનામાં ખોટા નામ ધારણ કર્યા હતા તેની વિગતો મેળવવાની છે.