બ્રિટન
યુકેમાં ઓમિક્રોનનો પ્રકોપ સતત વધી રહ્યો છે. અહીં એક દિવસમાં કોરોનાના આ નવા વેરિઅન્ટના ૧૦,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીના આ વેરિઅન્ટના દૈનિક કેસોની સૌથી વધુ સંખ્યા છે. યુકેમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના ૯૦,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. બ્રિટિશ હેલ્થ પ્રોટેક્શન એજન્સી (ેંદ્ભૐજીછ) એ શનિવારે ઓમિક્રોનમાંથી ૧૦,૦૫૯ નવા કેસની પુષ્ટિ કરી હતી, જે શુક્રવારે નોંધાયેલા ૩,૨૦૧ કેસની સંખ્યા કરતાં ત્રણ ગણા કરતાં વધુ છે. આ સાથે યુકેમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ૨૪,૯૬૮ કેસ નોંધાયા છે. બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસના ચેપના કુલ ૯૦,૪૧૮ નવા કેસ નોંધાયા છે, જ્યારે આ જીવલેણ વાયરસને કારણે ૧૨૫ દર્દીઓના મોત થયા છે. તે જ સમયે દેશમાં ઓમિક્રોન વાયરસના નવા વેરિઅન્ટથી સંક્રમિત સાત દર્દીઓના મૃત્યુ થયા છે. યુકેના આરોગ્ય મંત્રી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે અમે ભૂતકાળમાં જાેયું છે કે સરકારે રોગચાળા સાથે કેવી રીતે વ્યવહાર કર્યો છે, ઓમિક્રોને કેસોની વધતી સંખ્યાને કારણે કડક લોકડાઉન નિયમો લાગુ કરવાની સરકારની યોજના અંગેના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું. અમે જે જરૂરી હશે તે કરીશું.ઓમિક્રોનના વધતા ખતરાની આગળ બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદ એ એક રીતે હાર માની લીધી છે. કમ સે કમ નિવેદનથી તો એમ જ લાગ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન અંગે હજુ પણ આપણે ઘણું બધું નથી જાણતા અને તેના પર રિએકટ કરવામાં હવે ઘણુ મોડું થઇ ગયું છે. કારણ કે વાયરસના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે. આપને જણાવી દઇએ કે બ્રિટનમાં સંક્રમણના નવા કેસ ફરીથી ઝડપથી સામે આવવા લાગ્યા છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજીદ જાવિદે કહ્યું કે ઓમિક્રોન દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારોને આપણે નજીકથી જાેવું પડશે. તેના બહાર આવ્યા પછી અમારી વ્યૂહરચના વૈજ્ઞાનિકો માટે શક્ય તેટલો વધુ સમય મેળવવાની છે, જેથી તેઓ જાેખમનું મૂલ્યાંકન કરી શકે અને નિવારક પગલાં સૂચવી શકે. તેમણે કહ્યું કે જ્યારે આ વલણ સ્પષ્ટ પરિણામ તરીકે ઉભરી આવશે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હશે. સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘મને સંસદમાં ઉભા રહીને કોરોના સામે લડવા માટે પ્લાન બી પર ચર્ચા કરવાનું બિલકુલ પસંદ નહોતું. કારણ કે વ્યક્તિગત સ્વતંત્રતા અને તકોને પ્રોત્સાહન આપવું એ મારા રાજકારણમાં આવવાનું એક કારણ છે. અગાઉ એક ટીવી શોમાં સાજિદ જાવિદે કહ્યું હતું કે સરકારે ભૂતકાળની ભૂલોમાંથી શીખવું જાેઈએ, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને સંક્રમણના કેસ વધ્યા હતા. તેમણે કહ્યું હતું કે જાે આપણે ઝડપથી કડક પગલાં નહીં ઉઠાવીએ તો સંક્રમણના કેસમાં વધારો થશે.


