અમેરિકા
ડેલ્ટા વેરિએન્ટને કારણે એપ્રિલમાં કોવિડ-૧૯ કોરોનાની ત્રીજી લહેરનો દેશે સામનો કર્યા પછી લાદવામાં આવેલા નિયંત્રણોના ધીમે ધીમે અંત વચ્ચે પ્રવાસન પ્રધાન પ્રસન્ના રણતુંગાએ રવિવારે અચાનક જાહેરાત કરી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર રણતુંગાએ કહ્યું કે આરોગ્ય અધિકારીઓ ર્નિણયને લાગુ કરવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે. ૧ ઓક્ટોબરના રોજ શ્રીલંકાએ છ સપ્તાહનું લોકડાઉન હટાવ્યું ત્યારથી સિનેમાઘરો, રેસ્ટોરન્ટ અને લગ્નની પાર્ટીઓ ફરી શરૂ થતાં જીવન સામાન્ય થઈ ગયું છે. ડેલ્ટા વેરિએન્ટના કારણે દેશમાં એપ્રિલમાં કોવિડ-૧૯ ચેપની ત્રીજી લહેરનો સામનો કર્યા પછી લાદવામાં આવેલા પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવ્યા છે. જાે કે પોલીસ જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું અમલ કરવાનું ચાલુ રાખે છે. જાહેર પરિવહન પર પણ નિયંત્રણો છે અને સામૂહિક મેળાવડાને પર રોક લગાવી કોરોનાની સામે લડવું પડશે.વિશ્વભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે હાલમાં વિવિધ દેશો દ્વારા આ નવા ઓમિક્રોન વેરિએન્ટને રોકવા માટે કડક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. કેટલાક દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાની વધુ એક લહેરને રોકવા માટે ૧ જાન્યુઆરીથી શ્રીલંકામાં જાહેર સ્થળોએ પ્રવેશ માટે કોવિડ-૧૯ રસીનું પ્રમાણપત્ર બતાવવાનું ફરજિયાત રહેશે.
