Gujarat

ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ વડોદરામાંથી ઝડપાયું, ૧૭ ટિકિટો કબજે

રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ વન ડે મેચના ગણતરીના કલાકો બાકી પહેલા ક્રિકેટ રસિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ટિકિટોના પાંચ ગણા ભાવ વસૂલતા બે યુવકોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૧૭ ટિકિટો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રિકેટ મેચ દરમિયાન ટિકિટોના કાળાબજાર થવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન ફતેપુરા ભાંડવાડાના નાકે બે યુવકો ઊંચા ભાવે ટિકિટો વેચવા આવ્યા હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે દરોડો પાડી બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ; કેતન શાંતિલાલ પટેલ: રહે. નાની કાછિયાવાડ, છાણી.

હિતેશ મૂળશંકર જાેશી: રહે. શ્રીધર સોસાયટી, નિઝામપુરા.

કબજે કરાયેલી ટિકિટોનો વિગતવાર અહેવાલપોલીસે બંને શખ્સો પાસેથી અલગ-અલગ કેટેગરીની ટિકિટો કબજે કરી છે:

આરોપીનું નામ ટિકિટની વિગત સંખ્યા કિંમત (અંદાજે)

કેતન પટેલ લેવલ-૧ અને લેવલ-૨ ૧૨ ટિકિટો ?૨,૦૦૦ પ્રતિ ટિકિટ

હિતેશ જાેશી લેવલ-૨ અને લેવલ-૩ ૦૫ ટિકિટો ?૧,૦૦૦ થી ?૨,૦૦૦

આ શખ્સો ટિકિટની મૂળ કિંમત કરતા પાંચ ગણા ભાવ વસૂલવાની પેરવીમાં હતા. હાલમાં પોલીસે તમામ ૧૭ ટિકિટો જપ્ત કરી છે અને આ શખ્સો આટલી મોટી સંખ્યામાં ટિકિટો ક્યાંથી લાવ્યા હતા અને તેમની સાથે અન્ય કોણ સામેલ છે, તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.