Gujarat

જામનગરમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ‘દિવ્ય સત્સંગ’ અને ‘હેપીનેસ શિબિર’નું ભવ્ય આયોજન

જામનગરના આંગણે આર્ટ ઓફ લિવિંગ પરિવાર અને નિકુંજ બાણુગારિયા ગ્રુપ (જાણીતા બિલ્ડર અને ડેવલોપર) ના સંયુક્ત ઉપક્રમે શહેરની જનતા માટે આધ્યાત્મિકતા અને સ્વાસ્થ્યનો સુમેળ સાધતા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

1. દિવ્ય સત્સંગ (22 જાન્યુઆરી):

કાર્યક્રમનો પ્રારંભ તારીખ 22 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે 8:30 કલાકે એક ભવ્ય સત્સંગથી થશે. આર્ટ ઓફ લિવિંગના સિનિયર ટીચર શ્રી કાંતિલાલ ભુવા ના સાનિધ્યમાં ભજન, ધ્યાન અને જ્ઞાનની ગંગા વહેશે. જામનગરના પ્રખ્યાત સંગીતકારો આ સાંજે ભક્તિમય સૂર રેલાવશે. આ દિવ્ય સત્સંગમાં સૌ નગરજનોને સહપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.

2. હેપીનેસ પ્રોગ્રામ – શિબિર (23 થી 26 જાન્યુઆરી):

ત્યારબાદ, 23 થી 26 જાન્યુઆરી દરમિયાન પ્રજાસત્તાક દિન નિમિત્તે વિશેષ 4 દિવસીય ‘હેપીનેસ પ્રોગ્રામ’ યોજાશે. આ શિબિરમાં આર્ટ ઓફ લિવિંગના અનુભવી શિક્ષકો શ્રી કાંતિલાલ ભુવા અને શ્રી મનીષ રાયઠઠ્ઠા દ્વારા શક્તિશાળી ‘સુદર્શન ક્રિયા’, યોગાસન અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવશે. આ શિબિર જીવનમાંથી તણાવ અને ચિંતા દૂર કરી શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે.

કાર્યક્રમની વિગતો:

* દિવ્ય સત્સંગ: 22 જાન્યુઆરી, 2026 (રાત્રે 8:30 કલાકે) – ટીચર: શ્રી કાંતિલાલ ભુવા

* હેપીનેસ શિબિર: 23 થી 26 જાન્યુઆરી, 2026 (સાંજે 6:30 થી 9:30) – ટીચર: શ્રી કાંતિલાલ ભુવા અને શ્રી મનીષ રાયઠઠ્ઠા

* સ્થળ: સિલ્વર ડ્રિમ્ઝ, ગોલ્ડન સિટી, પોલીસ હેડક્વાર્ટર પાછળ, જામનગર.
આ કાર્યક્રમમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન લિંક: aolt.in/942835 અથવા નીચેના નંબર પર સંપર્ક કરી શકાશે.

સંપર્ક:8160541371, 7984008587, 800001736