અમદાવાદ
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ઝડપથી ફેલાતા આ વાયરસના ઘણા કેસો ભારતમાં સામે આવી ચૂક્યા છે, ગુજરાતમાં પણ ઓમિક્રોનના દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલની મેડિસીટીમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ કોરોનાગ્રસ્ત દર્દીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં હોસ્પિટલમાં તૈયાર કરાયેલા ઓમિક્રોન વોર્ડમાં આ દર્દી સારવાર હેઠળ છે. મૂળ લંડનથી દુબઈ થઈને અમદાવાદ એરપોર્ટ આવેલા આણંદના ૪૮ વર્ષના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. હાલમાં આ દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ છે. કોરોનાના નવા વેરિયન્ટને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જાેશીએ નાગરિકોને અપીલ કરી હતી કે, કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવવું નહીં, સાવચેતી જરૂર રાખવી. તથા કોરોના સંલગ્ન સરકારી તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવું. દુનિયામાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન આતંક મચાવી રહ્યો છે. અને કોરોનાનો નવો વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે ઓમિક્રોને ગુજરાતમાં તો ક્યારની એન્ટ્રી લઈ લીધી છે પરંતુ હવે અમદાવાદમાં પણ એન્ટ્રી મારી છે. અમદાવાદ લંડનથી આવેલો મુસાફર શંકાસ્પદ લાગતા તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ સિવિલની મેડિસીટીમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે. લંડનથી દુબઈ થઈને અમદાવાદ એરપોર્ટ આવેલા આણંદના ૪૮ વર્ષના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. હાલમાં આ દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ છે. કોરોનાના નવા વેરિયન્ટને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જાેશીએ નાગરિકોને અપીલ કરી હતી કે, કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવવું નહીં, સાવચેતી જરૂર રાખવી. તથા કોરોના સંલગ્ન સરકારી તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવું. રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૬૮ કેસ નોંધાયા છે. જેની સામે ૭૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.
