જૂનાગઢ જિલ્લાના વન્યપ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગની ટીમ સતત કાર્યરત છે, ત્યારે માણાવદર રેન્જ હેઠળ આવતા સરદારગઢ રાઉન્ડના ઝીંઝરી ગામની એક વાડીમાં વન્યજીવોના શિકારની પેરવી કરી રહેલા બે શખસોને વન વિભાગની ટીમે બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખસો પાસેથી શિકાર માટે ઉપયોગમાં લેવાતી મોટી સંખ્યામાં જાળીઓ મળી આવતા વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શખસો શિકારની પ્રવૃત્તિ માટે એકઠા થયાની બાતમી મળી મદદનીશ વન સંરક્ષક સાહિદ ખાન મકરાણીએ જણાવ્યું હતું કે, ગત રાત્રે માણાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને એક સચોટ બાતમી મળી હતી કે ઝીંઝરી ગામની સીમમાં આવેલી શાર્દુલભાઈ ગમારાની વાડીમાં કેટલાક શખસો શિકારની પ્રવૃત્તિ માટે એકઠા થયા છે. આ બાતમીના આધારે વન વિભાગનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શિકારીઓને પકડવા માટે ચારેતરફથી ઘેરોબંધી કરી હતી. વન વિભાગે ઘટનાસ્થળેથી બે શખસોને ઝડપી પાડ્યા છે.

મોટો શિકારનો ગુનો આચરે તે પૂર્વે બે શખસોની ધરપકડ 50 વર્ષીય દેવરાજભાઈ સોલંકી અને 30 વર્ષીય અજય સોલંકીનો સમાવેશ થાય છે. બંને સરદારગઢના રહેવાસી છે. આ બંને શખસો પાસેથી વન્યજીવ સસલા પકડવા માટે ઉપયોગમાં લેવાતી 15 નંગ નેટ એટલે કે મેવટા કબજે કરવામાં આવ્યા છે. આ શખસો કોઈ મોટો શિકારનો ગુનો આચરે તે પૂર્વે જ વન વિભાગની સતર્કતાને કારણે તેમને દબોચી લેવામાં આવ્યા હતા.

