સમગ્ર દેશના શિક્ષકોના હિતમાં અને તેમની લાંબા સમયની પડતર માંગણીઓના ઉકેલ માટે શિક્ષક સંગઠનો દ્વારા દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું હતું. આથી 5મી ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું હતુ ત્યારે જંતર-મંતર ખાતે હજારો શિક્ષકો એકઠા થઈ સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. જેમાં સુરેન્દ્રનગરના શિક્ષક આગેવાનો જોડાયા હતા. દિલ્હી મુકામે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જંતર મતર ખાતે શિક્ષકોના બાકી પડતર માંગણી જેવા કે 2011 પહેલાના શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ 2005 બાદ ભરતી થયેલ શિક્ષકોને OPS માં સમાવેશ NEP 2020માં સુધારો શાળા વિલીનીકરણ બાબત, શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્તિ, વધારે પડતી ઓનલાઇન કામગીરીમાંથી મુક્તિ, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી જેવા મુદ્દાઓને લઈને ભારતભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ડૉ દિપેન્દ્રભાઈ ધાધલ પ્રમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. ચોટીલા યુનિટ પ્રમુખ ઘનશ્યામભાઈ મેણીયા, સાયલા યુનિટ પ્રમુખ દેવાતભાઈ, ચુડા પ્રમુખ જેરામભાઈ. શંકરભાઈ તેમજ અન્ય કારોબારી સભ્યો તેમજ શિક્ષકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

