Gujarat

ગાંધીનગરમાં બ્રહ્મ સમાજની મહત્ત્વની બેઠક, ‘સામાજિક બંધારણ’ની કરી મોટી જાહેરાત

ગાંધીનગર ખાતે (૦૮ ફેબ્રુઆરી ૨૦૨૬) બ્રહ્મ સમાજની બેઠક મળી હતી, જેમાં વિવિધ જિલ્લાઓમાંથી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યભરમાં વસતા બ્રહ્મ સમાજ માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભરાયું છે. સમાજના સર્વાંગી વિકાસ, એકતા અને વ્યવસ્થિત સંચાલન માટે હવે બ્રહ્મ સમાજ પોતાનું સત્તાવાર બંધારણ બનાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતનો બ્રહ્મસમાજ હવે માત્ર ચર્ચા સુધી સીમિત નહીં રહેતા, પરિવર્તનના માર્ગે સ્પષ્ટ પગલાં ભરવા તૈયાર થયો છે. ગાંધીનગરમાં યોજાયેલી બ્રહ્મસમાજની મહત્વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરીવાજાે, વધતા આર્થિક બોજ અને સમાજ વિરોધી નીતિઓ સામે સંગઠિત અવાજ ઉઠાવવાનો ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો છે. આ બેઠકનો સૌથી મહત્વનો ર્નિણય એ છે કે બ્રહ્મસમાજ હવે પોતાનું એક સર્વસમાવેશક “સામાજિક બંધારણ” તૈયાર કરશે, જેનો સીધો લાભ મધ્યમવર્ગીય પરિવારોને મળશે. બેઠક દરમિયાન સ્પષ્ટ કરવામાં આવ્યું કે અન્ય સમાજાેની જેમ બ્રાહ્મણ સમાજ પણ હવે સામાજિક નિયમો અને મર્યાદાઓને આધુનિક સમય અનુસાર નક્કી કરશે. બેઠકમાં એક સામાજિક બંધારણ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ બંધારણ ઘડવા માટે સમગ્ર ગુજરાતના બ્રાહ્મણ સમાજમાંથી સૂચનો અને મંતવ્યો મંગાવવામાં આવશે. આગામી સમયમાં યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં આ બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, પરંતુ તે પહેલાં દરેક સ્તરે ચર્ચા અને સહમતિ મેળવવામાં આવશે.

લગ્ન પ્રસંગોમાં થતા અતિશય ખર્ચ મુદ્દે સમાજ અગ્રણી યજ્ઞેશ દવેએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે દેખાદેખી અને “રોયલ” લગ્નના દબાણને કારણે મધ્યમવર્ગીય પરિવારો દેવામાં ફસાઈ જાય છે. તેથી હવે ‘રોયલ ખર્ચ’ને બદલે ‘રીયલ બચત’ પર ભાર મુકવાનો સમય આવી ગયો છે અને આવા ખોટા રિવાજાે બંધ કરવાનું સમાજે ગંભીરતાથી વિચારવું પડશે. બ્રહ્મસમાજની બેઠકમાં ેંય્ઝ્રના નવા નિયમો અને ફિલ્મ ‘ઘુસખોર પંડિત’ સામે વિરોધના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં આરોપ લગાવવામાં આવ્યો કે કેટલાક સરકારી પરિપત્રો અને નીતિઓમાં સવર્ણ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ેંય્ઝ્રના વિવાદાસ્પદ નિયમો સામે કાનૂની લડાઈ લડવાની તૈયારી દર્શાવવામાં આવી છે, જાે કે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હોવાથી હાલ કોઈ આંદોલનાત્મક કાર્યક્રમ નહીં યોજાય. ફિલ્મ ‘ઘુસખોર પંડિત’ અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યો કે તેમાં બ્રાહ્મણ સમાજને નીચા દર્શાવવાનો પ્રયાસ થયો છે, જેના વિરોધમાં આંદોલન કરવાની તૈયારી છે. બ્રહ્મસમાજના પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે સમાજ વિરોધી કોઈ પણ સરકારી નીતિ કે ર્નિણયને મૌન સ્વીકારવામાં નહીં આવે. સામાજિક સુધારાઓ સાથે-??? પોતાના હકો માટે લડત લડવાનો સંદેશ ગાંધીનગરની આ બેઠકમાંથી સ્પષ્ટ રીતે બહાર આવ્યો છે.