મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની ડિસેમ્બર-૨૦૨૫માં સ્ટારલિંક ઓપરેશન સ્પેસેક્સના વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી લોરેન ડ્રેયર સાથે યોજાયેલી પ્રારંભિક બેઠકની ફલશ્રુતિ
પાયલોટ ઈનિશિએટિવ્ઝ અન્વયે-
રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતી વિસ્તારોને ઈ-ગવર્નન્સ ફેસીલીટી કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત કરાશે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિ-મેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જાેડીને સુદ્રઢ અને ઝડપી આરોગ્ય અને શિક્ષણની સેવાઓ ઉપલબ્દ્ધ કરવાનું આયોજન.
ગવર્મેન્ટ એજન્સીઝ, ગવર્મેન્ટ સ્કૂલ્સ-ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમનું કેપેસિટી બિલ્ડીંગ કરાશે.
સરકારી શાળાઓ – પોર્ટ ફેસિલિટીઝ-વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને તમામ જિલ્લાઓના આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષને સાંકળી લેવાશે.
*રાજ્યવ્યાપી મોડર્ન ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચર અને સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા જાેઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના થશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (ન્ર્ૈં) કર્યા છે.
આ ન્ર્ૈંને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ન્ર્ૈં અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (ઝ્રજીઝ્ર), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જાેડવાનું આયોજન છે.
નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રીક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે. અને આ જિલ્લાઓમાં પોલીસ આઉટપોસ્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો, વન્યજીવ મોનિટરિંગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબૂત કનેક્ટિવિટી દ્વારા સિક્યુરિટી અને સ્ટેબિલિટી વધવા સાથે રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી પણ આ ન્ર્ૈંનું અમલીકરણ થવાથી સુનિશ્ચિત થશે.
આ પહેલ અંતર્ગત રાજ્યની શાળાઓમાં શિક્ષણ માટે સ્માર્ટ કનેક્ટિવિટી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં (ઁૐઝ્ર)આરોગ્ય સુખાકારીની સેવાઓ અને ટેલિ-મેડિસિન સુવિધાઓ સરળતાએ અને ઝડપથી ઉપલબ્દ્ધ થશે. સાથોસાથ વિવિધ સરકારી એજન્સીઓ, વિભાગો, શાળાઓ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના કેપેસિટી બિલ્ડીંગ માટેના સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું ભવિષ્યમાં આયોજન કરાશે.
રાજયમાં સીમલેસ અને ઇઝી કનેક્ટિવિટીની જરૂરિયાતોના સંદર્ભમાં આ ન્ર્ંૈંના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓની જાેઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ ન્ર્ૈં એક્સચેન્જ સેરેમની યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ અને સ્ટારલિંક વતી સ્ટારલિંક ઇન્ડિયાના હેડ શ્રી પ્રભાકર જયકુમારે આ ન્ર્ૈંની પરસ્પર આપ-લે કરી હતી.
આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે અને ઇ-ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્યની જી.આઈ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરિટાઈમ-પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલિસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના વિષયો આ ન્ર્ંૈંમાં આવરી લેવાયા છે.
ગુજરાત સરકાર અને એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઈન્ટેન્ટ એક્સચેન્જ સેરેમનીમાં મુખ્યસચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી ડૉ. વિક્રાંત પાંડે, સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગના સચિવ શ્રીમતિ પી. ભારતી, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી ડૉ. અજય કુમાર અને રાજ્ય સરકાર તથા સ્ટારલિંકના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

