અમદાવાદના ચાંદખેડામાં રહેતા નિવૃત્ત વૃદ્ધને સાઇબર ગઠિયાઓએ ટ્રેડિંગ કરવાનું કહીને સારો નફો આપવાની લાલચ આપી હતી. શરૂઆતમાં નફા પેટે 10 યુએસ ડોલર પણ આપ્યા હતા.જેથી વૃદ્ધને વિશ્વાસ આવતા તેમણે ટુકડે ટુકડે 40 દિવસમાં 53.70 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.વૃદ્ધને પૈસા ઉપાડવા દીધા ન હતા તેથી તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા બનાવમાં મણીનગર પી.જી. હોસ્ટેલમાં રહેતી યુવતી સાથે 1.69 લાખનું ફ્રોડ થયું છે.
યુટ્યુબમાં ટ્રેડિંગની જાહેરાત જોઈ ને લાલચ જાગી ચાંદખેડામાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત જીવન ગુજારે છે. વૃદ્ધ યુટ્યુબ એપ્લિકેશનમાં વીડીયો જોતા હતા ત્યારે ત્યાં જાહેરાત આવી હતી જેમાં ટ્રેડિંગ કરવાથી વધુ કમાણી થશે તેવું જણાવ્યું હતું. આ જાહેરાતમાં આપેલી લીંક પર ક્લિક કરતા એક ફોર્મ આવ્યું હતું.જે ફોર્મ વૃદ્ધે ભર્યું હતું.
લિંક પર ક્લિક કરતા ફસાયા આ ફોર્મ ભર્યા બાદ તેમને અચાનક એક વ્યક્તિએ કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપીને વાતચીત કરી હતી અને ઇન્વેસ્ટમેન્ટ માટે શરૂઆતમાં 21071 હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જણાવ્યું હતું.જેમાં વૃદ્ધને લિંક મોકલી હતી.આ લિંક પર ક્લિક કરતા ટ્રેડિંગ પ્લેટફોર્મ ખુલ્યું હતું જેમાં વૃદ્ધે શરૂઆતમાં 21,071 રૂપિયાનું પેમેન્ટ પણ કર્યું હતું.આ પેમેન્ટ કર્યા બાદ તેમને નફો પણ બતાવતા હતા અને નફામાંથી તમને 10 ડોલર ઉપાડવા પણ દીધા હતા.
વૃદ્ધને સેબીના લોગો વાળા લેટર મોકલ્યા શરૂઆતમાં 10 ડોલર ઉપાડવા દીધા. વૃદ્ધને વિશ્વાસ આવ્યો અને તેમને કંપનીની કામ યુવતી સાથે કરતા યુવતીએ વધુ રોકાણ કરવાનું કહ્યું જેથી વૃદ્ધે સેબી રજીસ્ટ્રેશનના પુરાવા માંગ્યા તો વૃદ્ધને સેબીના લોગો વાળા લેટર પણ મોકલી આપ્યા હતા. વૃદ્ધને વિશ્વાસ આવતા 11 ડિસેમ્બર થી 20 જાન્યુઆરી સુધી 53.70 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

