Gujarat

સુપ્રીમના બે જજનો સન્માન સમારોહ

ન.વી.અંજારિયાએ કહ્યું-“વોટિંગ બંધારણીય હક્ક”

ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે મૂળ ગુજરાત હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનેલા એન.વી.અંજારિયા અને વિપુલ પંચોલીનો સન્માન સમારોહ યોજાયો હતો. જે પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનીતા અગરવાલ, હાઇકોર્ટના અન્ય જજીસ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા અને અન્ય મેમ્બર્સ તથા વકીલો ઉપસ્થિત રહ્યા હતા. એન.વી અંજારિયાએ કહ્યું હતું કે, વોટિંગ રાઇટ તે બંધારણીય હક્ક જ છે અને મૂળભૂત હક્ક સમાન છે.જજ વિપુલ પંચોલીએ જણાવ્યું હતું કે, મારા પિતા લો કોલેજના પ્રિન્સિપાલ હતા.

વર્ષ ૧૯૯૧માં મેં વકીલાતની શરૂઆત કરી હતી.મને વકીલાતના સિનિયરોનો સપોર્ટ મળ્યો હતો. કોર્ટમાં દરેક બાબત તમને કશું શીખવાડે છે. ૧૯૯૯માં નવી હાઈકોર્ટ બિલ્ડિંગ બની. સરકારી વકીલ તરીકે મને કામ કરવાની તક મળી. ૧૯૯૯ થી ૨૦૧૩ સુધી ન્છ શાહ કોલેજમાં ભણાવ્યું હતું.

સુપ્રીમના જજ એન.વી.અંજારિયા મૂળ માંડવીના જસ્ટિસ નિલયભાઇ અંજારિયા મૂળ માંડવીના નિવાસી છે, તેમના દાદા સુબોધભાઇ અંજારિયા અને પિતા વિપીનભાઇ અંજારિયા માંડવી કોર્ટમાં એડવોકેટ હતા, નિલયભાઇ અમદાવાદ હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા ત્યાંથી તેમની નિમણુંક કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થઇ અને હવે વધારામાં તેઓ સર્વોચ્ચ અદાલતમાં પણ સેવા આપશે.