શહેરના થલતેજ વિસ્તારમાં અંબિકા નગરમાં ભાડાના મકાનમાં રહેતી અને એસજી હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલી હોટલ નીમ ટ્રી ખાતે વેઇટર તરીકે નોકરી કરતી યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી અને આપઘાત કરી લીધો છે.
જ્યારે જમાલપુર વિસ્તારમાં રીક્ષાચાલકે ગીરવે મૂકેલી રીક્ષા પરત ન મળતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. બંને ઘટનાઓમાં પોલીસે આત્મહત્યાના દુષ્પપ્રેરણ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૂળ પશ્ચિમ બંગાળની રહેવાસી સોના મની નામની યુવતી એસજી હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલા હોટલ નીમ ટ્રી ખાતે વેઇટર તરીકે નોકરી કરતી હતી. યુવતીના લગ્ન તેના મૂળ વતનના નજીક આવેલા ગામમાં થયા હતા અને તેને એક પુત્રી પણ છે. છેલ્લા ઘણાં સમયથી યુવતી અમદાવાદમાં એકલી રહેતી હતી. બે દિવસ પહેલા યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કચ્છના ગાંધીધામ ખાતે રહેતા તેના ભાઈએ ને ફોન કરી અને જાણ કરવામાં આવી હતી.
જે બાદ તેના ભાઈ અને સગા સંબંધીઓ અમદાવાદ ખાતે આવ્યા હતા. યુવતીના ભાઈએ જ્યારે તેના બહેનના મોબાઇલમાં તપાસ કરી તો તેના વોટ્સએપ વાતચીતની ચેટ જાેઈ હતી. હોટલ નીમ ટ્રી ખાતે નોકરી કરતા અસદઅલી શેખ નામના યુવક સાથે પ્રેમમાં હતી અને બંને એકબીજાને મળતા હતા. અસદ અલી દ્વારા તેની બહેનને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેના કારણે થઈને તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બોડકદેવ પોલીસે જે તે સમયે અકસ્માત મોત નોંધી હતો અને બાદમાં યુવતીના ભાઈની ફરિયાદના આધારે અસદ અલી વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના જમાલપુર વિસ્તારમાં સપ્ત ઋષિના પાસે આવેલી શાહબાઝની ચાલીમાં રહેતા વસીમ શેખ નામનો યુવક પોતે રીક્ષા ચલાવતો હતો. ૧૮ જાન્યુઆરીના રોજ સાંજના સમયે વસીમની પત્ની તેના ઘરે હતી ત્યારે વસીમે તેની પત્નીના ફોન કરીને કહ્યું હતું કે મારે રીક્ષા બાબતે અલ્લાહ રખા ઉર્ફે અલ્લુ સાથે ઝઘડો થયો છે અને અલ્લારખાએ મને મારી રિક્ષા લઈ લીધી છે જેથી હું દવા પીને મરી જઈશ તું તારી રીતે ઘરે પાછી આવી જજે. રાત્રે ૮ વાગ્યે પસીની પત્ની ઘરે આવી ત્યારે કેલિકોમિલ બહાર રોડ ઉપર તેના પતિ મળ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આપણી રીક્ષા શાહરુખને રૂ. ૪૦ હજારમાં ગીરવે આપેલી હતી જે રીક્ષા શાહરૂખ સવારે ચલાવવા માટે આપતો હતો અને સાંજે અલ્લારખાને ચલાવવા આવતો હતો.
રીક્ષા લેવા માટે જમાલપુર બ્રિજ નીચે અલ્લારખા પાસે ગયો ત્યારે ત્યાં શાહરૂખ હાજર હતો અને ઝઘડો કરવા લાગ્યા હતા વારંવાર રજૂઆત કરી રિક્ષા પરત માગતા કહ્યું હતું કે હવે તને રીક્ષા નહીં મળે તારે જે કરવું હોય એ કર મરી જા પણ તને રીક્ષા નહીં મળે. જેથી વસીમને મનમાં લાગી આવતા હવે હું શું કરીશ મારું ઘર કેવી રીતે ચલાવીશ એમ માની વસ્તી મેં કેલીકો મિલમાં જઈ પ્લાસ્ટિકની બોટલમાં રહેલા એસિડ જેવુ પ્રવાહી પી ગયો તો બાદમાં ઉલટીઓ કરી હતી જેથી તેને ૧૦૮ મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેનું ચાર દિવસ બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બાબતે વસીમ ની પત્નીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અલ્લારખા અને શાહરુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

