Gujarat

રાજકોટ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી રીક્ષામાં બેસાડી ચોરીને અંજામ આપતી રીક્ષા ગેંગને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી રીક્ષામાં બેસાડી ચોરીને અંજામ આપતી રીક્ષા ગેંગને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૪/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ, અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય, જે અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા એસ.વી.ચુડાસમાં તથા કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, કિશનભાઇ પાંભર, મોહીલરાજસિંહ ગોહિલ તથા મહાવીરસિંહ જાડેજા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સોર્સીસ મદદથી ઇસમોને ચોરીના ગુનામાં મુદ્દામાલ સાથે કાયદસરની કાર્યવાહી કરવામાં છે. (૧) કુલદિપ કિરીટભાઇ પરમાર દેવીપુજક ઉ.૨૩ રહે.લોહાનગર રાજકોટ (૨) રાજેશભાઇ દયારામભાઇ પરમાર દેવીપુજક ઉ.૩૮ રહે.પાલીતાણા હાલ રહે.લોહાનગર રાજકોટ (૩) અશ્વિનભાઇ દિલીપભાઇ મીઠાપરા દેવીપુજક ઉ.૨૩ રહે.મહેમદબાદ જી.ખેડા. સોનાના દાગીના તથા ઓટો રીક્ષા રજી.નં.GJ-01-WA-8189 કિ.૭૦,૦૦૦ કુલ.૪,૮૨,૦૦૦ રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૨(૨),૩,(૫) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260304-WA0018.jpg