Gujarat

રાજકોટ નાર્કોટીક્સ ડ્રગ્સ, સાયકોટ્રોપીક સબસ્ટન્સ ના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા ઇસમને ડીટેઇન કરવાની કાર્યવાહી કરતા કમિશનર

રાજકોટ નાર્કોટીક્સ ડ્રગ્સ, સાયકોટ્રોપીક સબસ્ટન્સ ના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા ઇસમને ડીટેઇન કરવાની કાર્યવાહી કરતા કમિશનર.

રાજકોટ શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અનુસંધાને પોલીસ કમિશનર ની સુચનાથી આવા કેસમાં દરખાસ્ત તૈયાર કરી, DGP/CID ક્રાઇમ અને રેલ્વે સમક્ષ મોકલવા સુચના કરેલ હોય, માદક પદાર્થનો વેપાર ધંધો કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને લોકોની આર્થીક તથા સામાજીક સુખાકારીને પાયમાલીના માર્ગ તરફ લઇ જતી અટકે તેમજ રાષ્ટ્રને નુકશાન થતુ અટકે તેમજ યુવાધન આવી બદીથી દુર રહે અને કાયદાનો કડક અમલ થાય તે સારૂ PIT NDPS દરખાસ્ત તૈયાર કરી મોકલતા પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ નાઓ આ કાયદાની કલમ-૩ હેઠળ અટકાયતમાં લેવા હુકમ કરેલ છે. અને વોરન્ટ ઇશ્યુ કરતા હુકમની બજવણી કરવામાં આવેલ છે. કિશન સુરેશભાઇ નાયડુ, ઉ.૧૯ રહે.રૂખ્ખડીયાપરા મે.રોડ રાજકોટ વાળાને મધ્યસ્થ જેલ, સુરત(લાજપોર) ખાતે મોકલવા તજવીજ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260304-WA0101.jpg