Gujarat

છોટાઉદેપુર જીલ્લા ના વીરપુર જુથ ગ્રામ પંચાયત ની મત ગણતરી માં ચેન્ડા થયા હોવાના  ના આક્ષેપ સાથે જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી 

આવેદન પત્ર માં કરવામાં આવેલ રજુઆત પ્રમાણે
વીરપુર જુથ ગ્રામ પંચાયત  ની ચૂંટણી 2021માં મત ગણતરી કરી વિજેતા જાહેર કરવામાં આવેલ અંધારી બેન
હીરસીંગભાઇ નાયક વિજેતા ઉમેદવાર છે.
 પરંતુ ચૂંટણી અધિકારી તેમજ  નાયબ ચૂંટણી અધિકારી તથા મતગણતરી ની ટીમ દ્વારા  મનસ્વી રીતે મત ગણતરી કરી અને વિજેતા ઉમેદવાર તરીકે રાત્રે 1:00 કલાકે  ચૂંટણીના નિયમો વિરુદ્ધ  ઉષાબેન વીરસીંગભાઇ રાઠવા ને જાહેર કરેલ છે. અને લોકશાહીનું સરેઆમ ઉલ્લંઘન થયેલ છે.જેની તપાસ કરી ન્યાય આપવા માંગ કરવામાં આવી છે.
અને   જો દીન બે માં ન્યાય નહીં મળે તો તમામ મતદારો તેમજ વોર્ડ સભ્ય આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વીરપુર જુથ ગ્રામ પંચાયત ના કુલ મતદાર તેમજ કુલ મતદાન માં પણ 07 મતપત્ર ની વિસંગતતા હોવાનું પણ જણાવેલ છે.
આ સાથે વધુ માં જણાવેલ કે મતગણતરી ચાલુ હતી ત્યારે ત્રણ ઉમેદવાર હાજર હતા અને તેઓ અંધારી બેન હિરસીંગ ભાઈ નાયક ને વિજેતા જાહેર થયેલ છે. જીત આપ્યા બાદ સવારે ખબર પડી કે કોઈપણ પ્રકારની ફેર મતગણતરી કે  જાણ કર્યા વગર વિજેતા તરીકે ઉષાબેન વીરસિંગ રાઠવાની કરેલ છે. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો નો સરેઆમ ઉલ્લંઘન  કરી ભારત દેશના નાગરિકો ના મતાધિકાર તથા આપેલ મતો સાથે ચેડા કરી વગ  ધરાવતા ઉમેદવારોને વિજેતા બનવવાનું  સંપૂર્ણ પ્રયાસ ચૂંટણી અધિકારી તથા મતગણતરી કરનાર સ્ટાફે કરેલ છે. જેની સામે તટસ્થ તપાસ થવા અને જવાબદારો સામે  શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે.
તસ્વીર રેહાન પટેલ  છોટાઉદેપુર

IMG_20211222_150359.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *