Gujarat

રાણપુર ગ્રામ પંચાયતની ચુંટણીમાં નવસર્જન સમિતીની પેનલનો ભવ્ય વિજય

સરપંચના ઉમેદવાર ગોસુભા પરમાર નો 2187 મતે વિજય,14 નવસર્જન સમિતી અને 4 નગર વિકાસ સમિતીના સભ્યો વિજય થયા…
બોટાદ જીલ્લાના રાણપુર રાણપુર પંચાયતની ચુંટણી 19 ડીસેમ્બર ના રોજ યોજાઈ હતી.રાણપુર ગ્રામ પંચાયતની ચુંટણી માં 18 વોર્ડ હતા જેમાંથી 6 વોર્ડ બિનહરીફ જાહેર થયા હતા.અને 12 વોર્ડ અને સરપંચ ની ચુંટણી યોજાઈ હતી જેની મતગણતરી રાણપુર શહેરની મોડલ સ્કુલ ખાતે કરવામાં આવી હતી.જેમાં નવસર્જન સમિતીના સરપંચના ઉમેદવાર ગોસુભા જીવુભા પરમાર નો 2187 મતે ભવ્ય વિજય થયો હતો.જ્યારે 12 વોર્ડ ની મતગણતરી માં નવસર્જન સમિતી નો 9 વોર્ડ માં વિજય મેળવ્યો હતો અને નગર વિકાસ સમિતી એ 3 વોર્ડ માં વિજય મેળવ્યો હતો.જ્યારે 6 વોર્ડ બિનહરીફ જાહેર થયા હતા.જેમાં 5 વોર્ડ નવસર્જન સમિતીના અને 1 વોર્ડ માં નગર વિકાસ સમિતી ના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના 18 વોર્ડમાં 14 બેઠક નવસર્જન સમિતિના ફાળે ગઈ અને 4 બેઠક નગરવિકાસ સમિતિના ફાળે ગઈ હતી.રાણપુર શહેરની મોડલ સ્કુલ ખાતે સવારે શરૂ થયેલી મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી.અને રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગોસુભા પરમાર એ 2187 મતે વિજય મેળવ્યો હતો..
બોક્સ બનાવવુ👇👇👇
રાણપુર ગ્રામ પંચાયતની ચુંટણીમાં 18 વોર્ડમાં કોન કેટલા મતે વિજેતા થયા
(1)વોર્ડ નં-1 જીગરભાઈ ગાંજા-399 મતે વિજેતા
(2)વોર્ડ નં-2 નજમાબાનુ બસીરભાઈ ખટુંબરા-194 મતે વિજેતા
(3)વોર્ડ નં-3 કાળુભાઈ સવજીભાઈ ઘાઘરેટીયા-1 મતે વિજેતા
(4)વોર્ડ નં-4 જોરૂભા પરમાર-158 મતે વિજેતા
(5)વોર્ડ નં-5 પરવેઝ કોઠારીયા-બિનહરીફ
(6)વોર્ડ નં-6 સાગરભાઈ બાદરભાઈ રૂદાતલા-159 મતે વિજેતા
(7)વોર્ડ નં-7 મુકેશભાઈ ચતુરભાઈ કીહલા-84 મતે વિજેતા
(8)વોર્ડ નં-8 વિજયસિંહ મલેકસાબ પરમાર-271 મતે વિજેતા
(9)વોર્ડ નં-9 હેમુભાઈ રત્નાભાઈ ટમાલીયા-232 મતે વિજેતા
(10)વોર્ડ નં-10 ઈન્દુબા ભરતસિંહ પરમાર-બિનહરીફ
(11)વોર્ડ નં-11 પ્રવિણબા દિગ્વિજયસિંહ પરમાર-બિનહરીફ
(12)વોર્ડ નં-12 મંજુબેન રમેશભાઈ પંચાળા-176 મતે વિજેતા
(13)વોર્ડ નં-13 ભાવનાબેન કિશનભાઈ મકવાણા-112 મતે વિજેતા
(14)વોર્ડ નં-14 કીરણબેન અમનભાઈ સાવધરીયા-78 મતે વિજેતા
(15)વોર્ડ નં-15 કંકુબેન લાલજીભાઈ પારગી-બિનહરીફ
(16)વોર્ડ નં-16 મનુબેન જગમાલભાઈ પરમાર-183 મતે વિજેતા
(17)વોર્ડ નં-17 રાજુબેન દિનેશભાઈ મકવાણા-બિનહરીફ
(18)વોર્ડ નં-18 હસુબેન મુકેશભાઈ પરમાર-બિનહરીફ
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *