Gujarat

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર તા.૬/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG P.I એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન તેમજ વી.વી.ધ્રાંગુ ની રાહબરી હેઠળ ફિરોજભાઇ રાઠોડ તથા દિગ્વિજયસિંહ ગોહિલ નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ અમદાવાદ હાઈ-વે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર તરફ જતા રસ્તા પાસે જાહેરમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી રાજકોટ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ઇબ્રાહિમ ઉર્ફે શાહબાઝ ઉર્ફે ટીકડો રજાકભાઈ શેખ ઉ.૨૩ રહે-જંગલેશ્વર સાગર ચોક આવાસ યોજનાના ક્વાર્ટર બ્લોક નં.૪ ક્વાર્ટર નં.૨૦૬ રાજકોટ મુળ રહે-જમાલવાડી લાખાપીરની દરગાહ પાસે જુનાગઢ. માદક પદાર્થ ગાંજો ૮.૨૦૦ કી.ગ્રામ કિ.૪,૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260306-WA0048.jpg