Gujarat

રાજકોટ ચોરીની ઓટો રિક્ષા સાથે બે ઇસમોને પકડી અનડીટેકટ ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ ચોરીની ઓટો રિક્ષા સાથે બે ઇસમોને પકડી અનડીટેકટ ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૬૩૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં વાહનચોરી/મોબાઇલ ચોરી તેમજ રીક્ષા તથા અન્ય પેસેન્જર વાળા વાહનોમાં પેસેન્જર બેસાડી બાદ પેસેન્જરના પાકીટ (રૂપીયા) ચોરીના બનતા ગુન્હાઓ અટકાવવા તેમજ આવા ગુન્હાઓ ડીટેકટ કરવા માટે અવાર-નવાર સુચનાઓ કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓ રાજકોટ શહેરમાં બનતા ધરફોડ ચોરી તેમજ વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરી તથા પેસેન્જરના પાકીટ (રૂપીયા) ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય. રાજકોટ એરપોર્ટ રોડ જૈન દેરાસર પાસેથી બે ઇસમને ચોરીની ઓટો રીક્ષા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) ઇમરાન ઉર્ફે મુકેશ ઇસુબભાઇ શેખ સીપાઈ ઉ.૨૯ રહે.અમદાવાદ બાપુનગરમાં મસ્જીદ પાસે (૨) ઇરફાન નિઝામભાઇ સર્વદી ફકીર ઉ.૨૪ રહે.મુળ-મુંદ્રા ગુંદાળા હાલ.આજીડેમ માંડા ડુંગર રાજકોટ. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૩(૨) ઓટો રીક્ષા રજી.GJ-03-AX-5375 કિ.૨૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260307-WA0009.jpg