આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જામનગર જિલ્લા હોમગાર્ડ્ઝ દળ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓએ રક્ષણ અને નેતૃત્વના ક્ષેત્રે પોતાની ભૂમિકા દર્શાવી હતી.

આ દિવસનું મુખ્ય આકર્ષણ હોમગાર્ડ્ઝ દ્વારા યોજાયેલી પરેડ હતી. આ પરેડની તમામ પ્લાટુનનું નેતૃત્વ મહિલા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરેડ દ્વારા સુરક્ષા ક્ષેત્રે મહિલાઓની સમાન ભાગીદારી પ્રદર્શિત થઈ હતી.
પરેડ બાદ જિલ્લા હોમગાર્ડ્ઝ કચેરી ખાતે એક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં મહિલા હોમગાર્ડ્ઝના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા કર્મચારીઓના સમર્પણ અને સેવાની પ્રશંસા કરવામાં આવી હતી.

