National

બે વખતના ધારાસભ્ય રહેલા રામપદા જમાતિયાએ ત્રિપુરા વિધાનસભાના સ્પીકર તરીકેનો કાર્યભાર સંભાળ્યો

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી રામપદા જમાતિયા બુધવારે ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.

બાગમા મતવિસ્તારમાંથી બે વખત ધારાસભ્ય રહેલા જમાતિયા ૧૯૭૮માં ડાબેરી મોરચાના દિગ્ગજ નેતા સુધાન્યા દેબબર્મા પછી ત્રિપુરામાં અધ્યક્ષ પદ સંભાળનારા બીજા સ્વદેશી નેતા છે.

સત્તાધારી ભાજપની આગેવાની હેઠળના દ્ગડ્ઢછ એ સત્રના પહેલા દિવસે ૧૩ માર્ચે જમાતિયાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. અન્ય કોઈ નામાંકન દાખલ ન થતાં, કાર્યકારી અધ્યક્ષ રામપ્રસાદ પોલે તેમને સત્તાવાર રીતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા.

નવા અધ્યક્ષને અભિનંદન આપતા, મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું, “મને વિશ્વાસ છે કે તેમનો વ્યાપક રાજકીય અનુભવ, શાણપણ અને પ્રામાણિકતા ગૃહની ગરિમા જાળવી રાખશે અને તેની કાર્યવાહીને મજબૂત બનાવશે.”

જમાતિયા પહેલી વાર ૨૦૧૮માં બાગમા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા જ્યારે તેમણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના નેતા અને ભૂતપૂર્વ વન મંત્રી નરેશ જમાતિયાને હરાવ્યા હતા. તેમણે ૨૦૨૨ થી ૨૦૨૩ સુધી મુખ્યમંત્રી માણિક સાહાના મંત્રીમંડળમાં આદિવાસી કલ્યાણ અને ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.

૨૦૨૩ માં, તેઓ બાગ્માથી ફરીથી ચૂંટાયા હતા.

સાહાએ જમાતિયાને સ્પીકર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ અભિનંદન આપ્યા હતા. “ત્રિપુરા વિધાનસભાના ‘સ્પીકર‘ તરીકે શ્રી રામપદા જમાતિયાજીની સર્વાનુમતે પસંદગી બદલ હાર્દિક અભિનંદન. શાણપણ, ન્યાયીપણા અને પ્રામાણિકતા સાથે ગૃહની ગરિમા જાળવી રાખવામાં તેમને સફળતા મળે તેવી શુભેચ્છાઓ,” સાહાએ X પર એક પોસ્ટમાં કહ્યું.

બ્રેઈન હેમરેજથી બેંગલુરુમાં વિશ્વબંધુ સેનના અવસાન બાદ ડિસેમ્બરમાં સ્પીકરનું પદ ખાલી પડ્યું હતું. ચાર વખત ધારાસભ્ય રહેલા સેન ૨૦૧૮ ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયા હતા. તેઓ ૨૦૨૩ માં સ્પીકર તરીકે ચૂંટાયા હતા.