કચ્છના નાના રણમાં આવેલા ખારાઘોડા અને ઝીંઝુવાડા વિસ્તારમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલોને ભારે નુકસાન થયું છે. અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
વાવાઝોડાના કારણે રણમાં 20થી વધુ સોલાર પેનલો ફંગોળાઈ ગઈ હતી. આ ઘટનાથી દરેક અગરિયા પરિવારને અંદાજે એકથી દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

દર વર્ષે નાના રણમાં લગભગ 2000 અગરિયા પરિવારો મીઠું પકવવાનું કામ કરે છે. આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થવાને કારણે રણ સૂકું હતું. આથી, સેંકડો અગરિયા પરિવારો નવરાત્રી પહેલા જ રણમાં મીઠું પકવવા પહોંચી ગયા હતા. તેઓએ સોલાર પેનલો ફીટ કરીને કામ શરૂ કર્યું હતું અને તેમની મીઠું પકવવાની સિઝન પૂર્ણતાના આરે હતી.

