જામનગર માં યોજાશે “એક શામ શહીદો કે નામ……….”
આ દિવસે વર્ષ ૧૯૩૧માં ભારતના ત્રણ મહાન ક્રાંતિકારીઓ—ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજ સરકાર દ્વારા લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેઓએ નાની ઉંમરે હસતા મુખે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જામનગર શહેર દ્વારા શહીદો ના નામે દેશભક્તિ કાર્યક્રમ નું આયોજન કરેલ છે.
આ તબ્બકે જામનગર લાખોટા લેઈક ગેઈટ ન. ૧ ખાતે સાંજે 8.30 વાગ્યે ભવ્ય દેશભક્તિ મ્યુઝિકલ શો નું આયોજન કરવામાં આવેલ છે. જામનગરની જનતાને આ કાર્યક્રમ માં જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ ના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.

