Gujarat

કાલાવડમાં ખોડલધામ રથયાત્રાનો પ્રારંભ

જામનગરના કાલાવડ તાલુકામાં ખોડલધામ રથયાત્રાનો પ્રારંભ થયો છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને ખોડલધામ સમિતિ-કાલાવડ દ્વારા આયોજિત આ રથયાત્રા 21થી 25 માર્ચ સુધી તાલુકાના પશ્ચિમ ઝોનના ૨૨ ગામોમાં ભ્રમણ કરશે. તેનો મુખ્ય હેતુ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના લાભાર્થે લોકસંગ્રહ કરવાનો છે.

આ રથયાત્રા સામાજિક જવાબદારી અને ધાર્મિક આસ્થાના સમન્વય સાથે આયોજિત કરવામાં આવી છે. એકત્રિત થનારી સહાય કેન્સર હોસ્પિટલના નિર્માણ અને દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લેવાશે, જે તેને માનવસેવાના યજ્ઞ સમાન બનાવે છે.

પાંચ દિવસીય આ રથયાત્રા દરમિયાન વિવિધ ગામોમાં મા ખોડલના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રથયાત્રાનો વિગતવાર રૂટ અને રાત્રિ રોકાણ નીચે મુજબ છે.

21 માર્ચના રોજ સાંજે ૫ વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને તેનું પ્રથમ રાત્રિ રોકાણ નાની વાવડી ખાતે થયું હતું. ૨૨ માર્ચના રોજ રથ નાની વાવડીથી નીકળી લક્ષ્મીપુર, મોટી ભગેડી, નાની ભગેડી, દાવલી અને મોરવાડી થઈ લાલોઈ ખાતે રાત્રિ રોકાણ કરશે.