Gujarat

ધો.12નું પેપર નબળું જતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટના પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટ પાસે ખોડિયારપરા શેરી નંબર 3માં પ્રતીક કિશોરભાઈ ધોળકિયા (ઉ.વ.31)એ આજે પોતે જ્યાં રૂમ રાખી ભાડે રહે છે ત્યાં લાકડાની ગાડીમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જે કબ્જે કરી બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવાન મુળ શાપર વેરાવળનો વતની હોવાનું અને અહિં પાંચેક દિવસ પહેલા જ રૂમ રાખી રહેવા આવ્યો હોવાનું સામે આવ્યું છે.

મૃતકના ખિસ્સામાંથી મળેલી ચીઠીમાં હું શંકર ભગવાન પાસે જાઉ છું, મારી મરજીથી મંરુ છું લખ્યું હતું જો કે યુવાને ક્યાં કારણોસરઆપઘાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધો.12નું પેપર નબળું જતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટના ભાવનગર રોડ પર આવેલ થોરાળામાં રહેતો 17 વર્ષીય સગીર ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી ગયો હતો. પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સગીર વિદ્યાર્થીને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલે આવી અને સગીર વિદ્યાર્થીનું નિવેદન લેવા તજવીજ કરી હતી.