Gujarat

હવે ૨૦ સરકારી સેવાઓ માટે કચેરીએ ધક્કા નહી ખાવા પડે

સુગમ ડિજિટલ ગુજરાત હેઠળ આવક-જાતિ પ્રમાણપત્રથી લઈને રાશનકાર્ડ સુધી બધુ જ ડિજિટલ

રાજ્યમાં નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં “સુગમ ડિજિટલ ગુજરાત” પહેલ હેઠળ મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત સૌથી વધુ અરજીઓ આવતી હોય એવી ૨૦ નાગરિક સેવાઓને સંપૂર્ણ રીતે ઓનલાઇન કરવામાં આવી છે, જેથી હવે આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં નામ ઉમેરવું કે કમી કરવું જેવી સેવાઓ માટે નાગરિકોને કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને ઘર બેઠાં જ આ સેવાઓ મેળવી શકાશે.

૮૭ લાખ અરજીઓને અસર કરતી ૨૦ સેવાઓ હવે ઓનલાઇન

ગુજરાત વહીવટી સુધારા પંચ ના અહેવાલ મુજબ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર દર વર્ષે અંદાજે ૧.૨૦ કરોડ અરજીઓ પ્રાપ્ત થાય છે, જેમાંથી આશરે ૮૭ લાખ અરજીઓ આ ૨૦ સેવાઓ સાથે સંકળાયેલી છે. આથી સરકાર દ્વારા આ સેવાઓને ઓનલાઇન બનાવવાનો ર્નિણય નાગરિકોની દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ પહેલના પ્રથમ તબક્કામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, મહેસૂલ વિભાગ, કાયદા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગની સેવાઓને આવરી લેવામાં આવી છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ SEBC, SC, EWS પ્રમાણપત્ર, નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા જેવી ૧૧ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થશે, જ્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ રેશનકાર્ડ સંબંધિત નામ ઉમેરવું, કમી કરવું, સુધારો, નવું, અલગ અને ડુપ્લિકેટ રેશનકાર્ડ જેવી ૬ સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે. મહેસૂલ વિભાગની નકલ મેળવવાની સેવા, કાયદા વિભાગની સોગંદનામું સેવા તથા આદિજાતિ વિકાસ વિભાગની જી્ જાતિ પ્રમાણપત્ર સેવા પણ હવે ડિજિટલ પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ બનશે.

આ પહેલથી નાગરિકોને પારદર્શક અને ફેસલેસ સેવા મળશે, તેમજ કચેરીએ જવાની જરૂર ન રહેતાં સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. ડિજિટલ વેરિફિકેશનથી ડેટાની ચોકસાઈ વધશે અને પ્રમાણપત્રોમાં થતી ભૂલો પણ ઘટશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના વિકસિત ભારતના વિઝનને સાકાર કરતી આ પહેલથી રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સને વધુ મજબૂતી મળશે. સરકાર આગામી સમયમાં વધુ સેવાઓને આ પ્લેટફોર્મ હેઠળ આવરી લેવા તેમજ ગુજરાતી ભાષાના છૈં મોડલ્સ વિકસાવવા દિશામાં પણ આગળ વધી રહી છે.