જામનગરમાં શહીદ દિવસ નિમિત્તે NSUI, યુવક કોંગ્રેસ અને જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મશાલ રેલી તળાવની પાળ ગેટ નંબર 1 થી શરૂ થઈને હવાઈ ચોક સુધી યોજાઈ હતી. હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ આયોજનનો મુખ્ય હેતુ જામનગરના યુવાનોમાં શહીદો જેવી પ્રેરણા જગાડવાનો અને સમાજમાં થતા અન્યાય કે અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની વીરતા કેળવાય તેવો સંદેશ પહોંચાડવાનો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો દેશભક્તિના જોશ સાથે જોડાયા હતા.

