Gujarat

સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્કવોડની ટીમે ગતરાત્રે પેટ્રોલિંગ દરમિયાન સીદસર વાળુકડ રોડ 25 વારીયા પાસેથી જાહેરમાં ગંજીપાના રમતા ત્રણ શખસોને ઝડપી પાડી વરતેજ પોલીસને હવાલે કર્યા હતા.

હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા આ બનાવ અંગે વરતેજ પોલીસ મથેકથી મળતી માહિતી અનુસાર, ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્કવોર્ડની ટીમ ગતરોજ રાત્રીના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે સિદસર ગામે વાળુકડ રોડ 25 વારીયા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોળ કુંડાળું વળીને ગંજીપતાના પાના વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

તમામ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી ભાવેશ રાજુ સોલંકી, કાના મનસુખ સોલંકી, અને નરેશ મનસુખ સોલંકી ત્રણેયને સ્થળ પરથી ગંજીપતા પાના તથા રોકડા રૂપિયા 12,110 સાથે ઝડપી લઇ વરતેજ પોલીસને હવાલે કરી તેમના વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.