ઓનલાઇન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના ચાલતા બેનામી નાણાંની હેરફેર કરનાર પાંચની ધરપકડ, પાલનપુરનો મુખ્ય સૂત્રધાર ફરાર
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક આવેલા એક ફ્લેટમાં દરોડો પાડીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા અને બેનામી નાણાકીય વ્યવહારોના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાલનપુરના મુખ્ય સૂત્રધાર સહિત અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બેનામી નાણાં મેળવવા માટે ખોટી પેઢીઓ બનાવતા
મહેસાણા ન્ઝ્રમ્ના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પાંચોટ બાયપાસ પાસે આવેલ શ્યામ સ્કાયલાઇન ફ્લેટના મકાન નંબર એમ-૫૦૩માં કેટલાક ઇસમો ભેગા મળીને ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ શખ્સો ઓનલાઇન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના બેનામી નાણાં મેળવવા માટે ખોટી પેઢીઓ બનાવી તેના જીએસટી નંબર મેળવી બેંક એકાઉન્ટો ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સ દ્વારા મોટાપાયે નાણાંની હેરફેર કરવામાં આવતી હતી.
આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ શાતિર હતી. આરોપીઓ સૌ પ્રથમ ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી જે-તે ધંધાના જીએસટી સર્ટિફિકેટ મેળવતા હતા. આ દસ્તાવેજાેના આધારે અલગ-અલગ પાર્ટીઓના નામે ફેક કરન્ટ એકાઉન્ટ ખોલાવતા હતા. ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમિંગમાં લોકો સાથે થયેલી છેતરપિંડીના નાણાં આ બેંક એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવતા હતા. ત્યારબાદ આ નાણાં છ્સ્, ચેક કે ેંઁૈં દ્વારા ઉપાડી આંગડિયા મારફતે મુખ્ય સૂત્રધાર મિતેષ ડાહ્યાલાલ ઠક્કર (રહે. પાલનપુર)ના જણાવ્યા મુજબ સગેવગે કરવામાં આવતા હતા.
પાંચ શખસોને ઝડપી પાડી ૨.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
મહેસાણા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. હાલમાં ફરાર મુખ્ય આરોપી મિતેષ ઠક્કરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ રેકેટના તાર અન્ય ક્યાં ક્યાં જાેડાયેલા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી વિપુલકુમાર કાન્તીભાઈ પટેલ (મહેસાણા), અંકિતકુમાર રામચંદ્ર પઢિયાર (ડીસા), હિમાંશુ વિજયભાઈ જાેષી (ડીસા), પ્રતિક ઉર્ફે પરેશ અશોકભાઈ દરજી (ધાનેરા) અને મુકેશકુમાર અરવિંદભાઈ ઠક્કર (ડીસા)ની અટકાયત કરી છે. દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા ૨,૭૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

