રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી ર્નિણય લીધો છે. સરકાર દ્વારા જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપીને હવે માત્ર ?૩૦૦ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે, જેના કારણે ૫૬ લાખ ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે.
રાજ્ય સરકારને મળેલી સત્તા મુજબ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ-૯ હેઠળ આ રાહત આપવામાં આવી છે. આ ર્નિણય પાછળ ખેડૂતોના સંગઠનો, કિસાન સંઘ અને સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
શું છે નવા નિયમમાં ખાસ?
આ નવા ર્નિણય મુજબ વારસાઈ નોંધ હેઠળ સંયુક્ત કબજેદારો વચ્ચે થતા હક્ક પરિવર્તન, નામ દાખલ કરવું કે મિલકત વહેંચણી જેવા દરેક વ્યવહારમાં માત્ર ?૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. સીધી લીટીના વારસદારો (પિતા-પુત્ર, દાદા-પૌત્ર) તેમજ તેમની ગેરહાજરીમાં આડી લીટીના વારસદારો (ભાઈ-બહેન વગેરે) વચ્ચે થતા વ્યવહારોને પણ આ રાહત લાગુ પડશે.
એક અથવા વધુ તબક્કામાં હક ઉઠાવવો, નામ દાખલ કરાવવું અથવા મિલકત વહેંચણી કરવી હોય દરેક કેસમાં અલગથી ?૩૦૦ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની રહેશે. ખાસ કરીને ખેતીની જમીન માટે આ જાેગવાઈ ખૂબ લાભદાયી સાબિત થશે.
આ ર્નિણયથી ખેતીની જમીનની વારસાઈ વહેંચણીમાં આવતા ભારે સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચમાંથી ખેડૂતોને મોટી રાહત મળશે. અગાઉ ઊંચી ડ્યુટીના કારણે ઘણા પરિવારો કાયદેસર નોંધણી કરતા નહોતા, જેના કારણે વિવાદો અને કોર્ટ કેસ વધતા હતા.
હવે ઓછી ડ્યુટીના કારણે લોકો કાયદેસર દસ્તાવેજીકરણ તરફ આગળ વધશે, જે પારદર્શિતા વધારશે અને જમીનના હક અંગેની ગેરસમજ ઘટાડશે.
પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી ભવિષ્યમાં કોર્ટ કેસ અને વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હકપત્રક (ઇીર્ષ્ઠર્ઙ્ઘિ ક ઇૈખ્તરંજ) વધુ સ્પષ્ટ બનશે, જેના કારણે જમીન માલિકી અંગે સ્પષ્ટતા આવશે.
વ્યવસાય કરવાની સરળતાને વેગ
સરકારના આ ર્નિણયથી જમીન સંબંધિત વ્યવહારો વધુ ઝડપી અને સરળ બનશે. માત્ર ?૩૦૦ની સ્ટેમ્પ ડ્યુટીથી પ્રક્રિયા સરળ બનતા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને પણ પ્રોત્સાહન મળશે. કુલ મળીને, રાજ્ય સરકારનો આ ર્નિણય ખેડૂતો અને સામાન્ય પ્રજાને આર્થિક રીતે રાહત આપતા સાથે પારદર્શિતા, કાયદેસરતા અને સરળતાને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-૨૦૨૬ સુધી વધારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-૩૨ અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો ર્નિણય કર્યો છે. ગણોતીયાઓ દ્વારા અજ્ઞાનતાના કારણે ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. આવી ખરીદ કિંમત ન ભરવાના કિસ્સામાં તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા રાજ્ય સરકારે ખરીદ કિંમત ભરપાઈ કરવાની છુટ આપીને સમય મર્યાદા લંબાવવાના ર્નિણયો કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતોએ કરેલી રજૂઆતો અને ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ના અંતે કેસોની બાકી રહેલી સંખ્યા ધ્યાનમાં લઈને તેમણે ખેડૂતોની તરફેણમાં વધુ નરમ વલણ દર્શાવીને ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની આ મુદત તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૬ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો છે. આ ખેડૂતહિતલક્ષી ર્નિણયના પરિણામે ખેડૂતો/ગણોતીયાઓ ખરીદ કિંમત ભરપાઈ કરીને કાયદેસર માલિક બની શકશે.

