Gujarat

અમદાવાદના પામ ગ્લોરીના બિલ્ડર બંધુઓ અને ભાભીની ધરપકડ

અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં આવેલી જમીનો બતાવીને કરોડો રૂપિયા પડાવનાર બે ભાઈઓ અને મહિલાની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ પટેલ અને તેના ભાઈ પ્રતીક પટેલે આંગડિયા પેઢી સાથે સંકળાયેલા વેપારી અને તેમના ભાગીદારને સોલા અને થલતેજ વિસ્તારમાં જમીનો બતાવી હતી. જેમાં સૌથી પહેલા પોતાના કાકાના નામની જમીન વેચવાનું કહીને ૪૧ કરોડ પડાવી લીધા હતા. કુલ ૬૮.૮૭ કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી, જેમાંથી આરોપીઓએ અલગ-અલગ જગ્યાએ રોકાણ કરી લીધું છે. ૨૦થી ૨૫ લોકો સાથે પણ બિલ્ડર ભાઈઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદના છઝ્રઁ મનોજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આંગડિયા પેઢી અને ભાગીદારીમાં જમીન લે-વેચનો વ્યવસાય કરનારા મયુર ઠક્કર દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં અરજી કરવામાં આવી હતી. મયુર ઠક્કર પોતે જમીન લે-વેચનું કામ કરે છે અને તેમને ઓગસ્ટ ૨૦૨૧માં શહેરમાં જમીન લેવાનું વિચારતા હતા. જેથી મિતેશ પટેલ અને તેમના ભાઈ પ્રતિક પટેલ સાથે તેમને ઓળખાણ થઈ હતી.

બંને ભાઈઓએ કાકા સાથે વાત કરીને દસ્તાવેજ કરી આપીશું કહી સમય કાઢ્યો

બંને ભાઈઓએ શહેરના સોલા અને થલતેજ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ જમીન બતાવી હતી, જેમાં તેમના કાકાના નામે ૧૬,૦૦૦ વારની જગ્યા જેની કિંમત ૩૫,૦૦૦ વારની હતી, તેની ૫૬ કરોડ રૂપિયામાં ડીલ નક્કી કરી હતી. આ ડીલ નક્કી કર્યા બાદ આંગડિયા મારફતે પહેલા ૨૦ કરોડ અને બાકીની રકમ દસ્તાવેજ આપવા નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ, બંને ભાઈઓએ કાકા સાથે વાત કરીને દસ્તાવેજ કરી આપીશું એમ કહી અને થોડો સમય પસાર કરી નાખ્યા હતા. બાદમાં નોટરાઇઝ બાનાખત કરવાની પણ વાત કરતા કહ્યું કે, હું કાકાને વધારે દબાણ કરીશ તો જમીન વેચાણ કરવાની મનાઈ કરી દેશે તમે ભરોસો રાખી મને પૈસા આપો એમ કહી બાકીના ૨૧ કરોડ પણ પડાવી લીધા હતા. મિનેશ પટેલે દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું કે, છતાં પણ વાયદા આપી સમય પસાર કરતા હતા.

લગભગ દોઢ વર્ષ કાઢી નાખ્યા બાદ દસ્તાવેજ કરવાનું કહેતા તેમના કાકા જમીન વેચાણ કરવાની મનાઈ કરી રહ્યા છે અને દસ્તાવેજ કરવાની ના પાડે છે, જેથી હું તમને બીજી જમીનનો દસ્તાવેજ કરી આપીશ તેમ કહ્યું હતું. તેમની બીજી એક જમીન વેચાતા ૧૪ કરોડ આવ્યા હતા, જે ૧૪ કરોડ તેમને પરત આપી દીધા હતા અને બાકીના પૈસા રોકડામાં ચૂકવી આપશે અથવા તો બીજી કોઈ જમીનનો દસ્તાવેજ કરી આપશે એવી રીતે તેમને ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો.

ખેડૂતોને કોઈપણ પ્રકારના વાઉચર આપવામાં આવ્યા નથી

વર્ષ ૨૦૨૩માં મિતેશ પટેલે થલતેજની જમીન બતાવી હતી, જેમાં તેમણે પોતે ૭૦૮૨ ચોરસ મીટર જમીનનો સોદો ખેડૂત પાસેથી કર્યો છે અને તેમને જાે જમીન લેવી હોય તો જમીન આપી દઈશ. ખેડૂતોને પૈસા ચૂકવી આપ્યા છે એમ કહી અને જમીનના કાગળો બતાવ્યા હતા અને તેના વાઉચરો પણ બતાવ્યા હતા. જે પેટે તેમણે પહેલા ૭ કરોડ માંગ્યા હતા. જે ચૂકવી આપ્યા હતા બાદમાં દસ્તાવેજ કરવાનો હતો, જેમાં ૧૬થી ૧૭ ખેડૂતો હતા. માત્ર ૫-૭ ખેડૂતો આવ્યા હતા અને મિતેશ તેમજ અન્ય ખેડૂતો આવ્યા નહોતા. જે બાદ તપાસ કરતા ખેડૂતોને કોઈપણ પ્રકારના વાઉચર આપવામાં આવ્યા નથી અને બનાવટી વાઉચર હોવાનું સામે આવ્યું હતું.

આ જમીન અમારી છે અને તેનો દસ્તાવેજ કરીશું

સ્ટેમ્પ ડ્યુટી પણ ૨૬ લાખ રૂપિયા ભરી દીધી હતી. મિતેશ પાસેથી ૪૪ કરોડ લેવાની બાકી હતા છતાં પણ તેઓ અવારનવાર આપતા નહોતા તેના પૈસા લેવા ઘરે જતા હતા. તેમણે પોતાની માલિકીની સોલા ખાતે આવેલી જમીનનો દસ્તાવેજ કરી આપવા કહ્યું હતું ત્યારે મિતેશ પટેલની પત્ની મોક્ષા પટેલ અને તેના ભાઈ પ્રતિક પટેલે જણાવ્યું હતું કે, આ જમીન અમારી છે અને તેનો દસ્તાવેજ કરીશું જેથી તેમની વાત પર ભરોસો કરી લીધો હતો. બીજી એક જમીન પણ બતાવી હતી જે પારિવારિક ઝઘડાના કારણે દસ્તાવેજ નહીં થઈ શકે તેમ કહ્યું હતું. બંને બિલ્ડર ભાઈઓએ ભેગા મળીને ફરિયાદી પાસેથી કુલ ૬૮ કરોડ રૂપિયા જમીન લેવાના બહાને પડાવ્યા હતા ,જેમાં ૬૪ કરોડ રોકડા અને બાકીના ચાર કરોડ ચેકથી લીધા હતા.

આરોપી ૨૦૧૪થી બિલ્ડર લાઈન સાથે જાેડાયેલ છે

આરોપી બિલ્ડર મિતેશ પટેલ વર્ષ ૨૦૧૪થી બિલ્ડીંગ લાઈન સાથે સંકળાયેલા છે અને જમીન લે-વેચનો વ્યવસાય કરતાં તેઓ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જાેડાયેલા હતા. તેમના ભાઈ પ્રતિક પણ તેમની સાથે ધંધામાં જાેડાયેલા હતા. છેલ્લા દસ વર્ષથી તેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે મયુરભાઈ ઠક્કર સાથે જમીનનો વિવાદ ચાલતો હતો ત્યારે મિતેશભાઇના પત્ની મોક્ષાએ ફરિયાદી ઘરે જતા અમારી ઘણી જમીન છે, તમને અમે દસ્તાવેજ કરી આપીશું એવો વિશ્વાસ આપ્યો હતો.

૨૦૨૫ના ઓગસ્ટ મહિનામાં પૈસા નહીં મળે એવું કહેતા અરજી કરી

આરોપીઓ વિરાસત રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામે વ્યવસાય કરે છે. સિંધુભવન રોડ પર આવેલા પામ ગ્લોરી ૧,૨,૩ અને ૪ બિલ્ડીંગ તેમને બનાવ્યા છે. જમીનની રકમની અવેજની પેટે ૧૦ જેટલા ફ્લેટ પણ આપેલા છે, જમીન અને રોકડા પૈસા કેટલાક પરત આપવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫ના ઓગસ્ટ મહિનામાં પૈસા નહીં મળે એવું કહેતા આર્થિક ગુના નિવારણ શાખામાં અરજી કરવામાં આવી હતી અને જેના આધારે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરી હતી.

મિલકતને સીઝ કરીને પણ કાર્યવાહી કરવામાં આવશે

આરોપીઓએ અન્ય લોકોની સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે કેટલાક લોકો ભોગ બન્યા છે જેથી તેઓ આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ખાતે ફરિયાદ આપશે તો તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદી દ્વારા જે પૈસા આપવામાં આવ્યા છે. તેમાંથી આરોપીઓએ અન્ય જગ્યાએ રોકાણ કર્યું છે, જેની પોલીસ દ્વારા તપાસ કરીને રિકવરી કરવામાં આવશે જાે મિલકતમાં રોકાણ કરવામાં આવ્યું હશે તો મિલકતને સીઝ કરીને પણ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી મિતેશ અને પ્રતીકે જમીન બતાવી દસ્તાવેજ કરવા ના નામે બીજા ખેડૂતના નામે જમીન છે, જે તેમના નામે કરાવી પૈસા પડાવ્યા છે અને અલગ-અલગ જમીન આપવાનું કહી છેતરપિંડી કરી હોવાનું સામે આવતા હાલ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.