Maharashtra

સારા અલી મા અમૃતાસિંહ સાથે લગ્નને લઈ કોઈ ચર્ચા કરતી નથી

મુંબઈ
મુંબઈમાં આટલી જગ્યા હોવા છતાં સારાઅલી ખાનને તેની માતાના રૂમમાં જ આરામ મળે છે. સારાએ કહ્યું કે જ્યારથી તે એક્ટર બની છે ત્યારથી તેની અને તેની માતા વચ્ચે ઘણી બધી બાબતો સામાન્ય થઈ ગઈ છે. તેણે કહ્યું- મારી માતા એક્ટર છે અને હંમેશા રહેશે. જ્યારે હું કોલંબિયામાં હતી, મને નથી લાગતું કે તે મને ત્યારે એટલી સારી રીતે સમજતી હતી જેટલી હમણા સમજે છે. સારાએ આગળ કહ્યું, ‘આજે પણ જાે મારે કોઈની સાથે કોઈ વાત કરવી હોય તો તે મારી માતા છે. તે મને બીજા કોઈ કરતા વધુ સારી રીતે સમજે છે. તમને જણાવી દઈએ કે હાલમાં સારા તેની આગામી ફિલ્મ અતરંગી રેના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, જેમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ લીડ રોલમાં છે.સારા અલી ખાન પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરતી રહે છે. હવે અભિનેત્રીને તાજેતરમાં પૂછવામાં આવ્યું કે શું તે ક્યારેય માતા અમૃતા સિંહ સાથે લગ્ન વિશે વાત કરે છે, તો અભિનેત્રીએ ના પાડી દીધી. સારાએ કહ્યું કે તે ક્યારેય તેની માતા સાથે લગ્નની ચર્ચા કરતી નથી. સારાએ કહ્યું કે અત્યારે તેની માતા ઈચ્છે છે કે તે કામ પર ધ્યાન આપે.

Sara-Ali-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *