JDUના વરિષ્ઠ નેતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને છેલ્લા કેટલાક કલાકોથી ચાલી રહેલી અટકળો પરથી આંશિક રીતે પડદો ઊંચકાયો છે. નીતિશ કુમારે બિહાર વિધાન પરિષદ ના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
JDUના વરિષ્ઠ નેતા અને મંત્રી વિજય કુમાર ચૌધરીએ પુષ્ટિ કરી છે કે નીતિશ કુમારનું રાજીનામું પત્ર લઈને સ્ન્ઝ્ર સંજય ગાંધી વિધાન પરિષદ પહોંચ્યા છે. જાેકે, સભાપતિની ગેરહાજરીને કારણે હજુ સુધી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, પરંતુ આ ઘટનાક્રમે બિહારના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
નીતિશ કુમારે સ્ન્ઝ્ર પદ છોડ્યું છે, પરંતુ તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર ક્યાં સુધી રહેશે તે અંગે મોટો સસ્પેન્સ સર્જાયો છે. હાલમાં જ નીતિશ કુમાર રાજ્યસભા માટે નિર્વાચિત થયા છે. નિયમ મુજબ, રાજ્યસભાના સભ્ય બન્યા બાદ તેમણે વિધાન પરિષદનું સભ્યપદ છોડવું પડે છે. ટેકનિકલ રીતે જાેવામાં આવે તો, સ્ન્ઝ્ર પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ નીતિશ કુમાર આગામી ૬ મહિના સુધી મુખ્યમંત્રી પદ પર રહી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું તેઓ રાજ્યસભામાં જશે કે બિહારના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે?
જાે કે, રાજકીય ગલીયારાઓમાં એવી પણ ચર્ચા છે કે નીતિશ કુમાર આગામી દિવસોમાં મુખ્યમંત્રી પદેથી પણ રાજીનામું આપી શકે છે. વિજય કુમાર ચૌધરીએ મીડિયા સમક્ષ રાજીનામું બતાવ્યું હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે નીતિશ કુમાર હવે દિલ્હીના રાજકારણમાં સક્રિય થવાની તૈયારી કરી રહ્યા છે. જાે તેઓ મુખ્યમંત્રી પદ છોડે છે, તો બિહારની કમાન કોણ સંભાળશે તે હવે મોટો પ્રશ્ન બની ગયો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પણ હવે બાંકીપુરથી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ ગયા છે.

