અમદાવાદ
અસિત વોરા અમદાવાદના પૂર્વ મેયર છે. શહેરના મનોરંજન સર્કલમાં સૌથી વધારે એક ગાયક તરીકે જાણીતા છે. તેઓ બોલિવૂડના ક્લાસિક સોંગ ગાવા માટે જાણીતા છે. ખાસ કરીને ગ્રેટ સિંગર મુકેશ દ્વારા ગવાયેલા સોંગ્સ ગાવાનું વધારે પસંદ કરે છે. તેઓ જ્યારે સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લે છે ત્યારે મુકેશે ગાયેલા સેડ સોંગ્સ ગાવા પર પસંદગી ઉતારે છે. અસિત વોરાની પૂત્રી પણ ગાયિકા છે અને ક્યારેક પિતા-પૂત્રી સ્ટેજ પર સાથે જ પર્ફોર્મન્સ કરે છે. અસિત વોરાના વ્યક્તિગત જીવન પર નજર ફેરવીએ તો તેઓ કડક સ્વભાવ ધરાવતા વ્યક્તિ છે અને કોઇપણની સાથે ત્વરિત ભળી જતા નથી.બિન સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા શંકાના દાયરામાં છે. જ્યારથી પેપરલીક થયું ત્યારથી વિરોધપક્ષો અસિત વોરા પર આક્ષેપો કરી રહ્યાં છે. સવારના ૧૦ વાગ્યાથી કેબિનેટની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન અસિત વોરા મુખ્યમંત્રી ઓફિસ પહોંચ્યા હતા. કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને અસિત વોરા વચ્ચે ખાનગી બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ હતી. જાેકે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળેલા અસિત વોરાએ કહ્યું-‘ઝ્રસ્ સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી’ ૨૧ ડિસેમ્બરના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, સીએમ અને હર્ષ સંઘવીએ અધિકારીઓને કડક સૂચના આપીને સૌથી વધુ ગુનેગારોને તાત્કાલિક ઝડપી લીધા છે. પેપરલીક કાંડમાં અસિત વોરા સામે હજુ પુરાવા મળ્યા નથી, મળશે તો પગલા લેવાશે. ૧૬ ડિસેમ્બરના રોજ વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં આયોજીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેઓએ પેપર લીક મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોઇના કહેવાથી કોઇને દૂર કરશે નહીં. સરકાર કોઇને છાવરતી નથી. સરકારે પેપરલીકની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે સરકાર માત્ર પોલીસ ફરિયાદ પુરતી કામગીરી નહીં કરે, પરંતુ દોષિતોને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી કાર્યવાહી કરશે. સરકાર પેપર લીક કેસમાં કોઈને નહીં છોડે. રાજ્ય સરકાર કોઈના કહેવાથી કોઈને દૂર નહીં કરે. સરકાર ક્યારેય પણ આવા લોકોને છાવરતાથી નથી અને રાજ્ય સરકાર પારદર્શક રીતે જ પરીક્ષાઓ લે છે. અસિત વોરા પ્રમાણિક રીતે કામ કરે છે. યુવરાજસિંહ જાડેજાએ પેપર ફૂટ્યું હોવાનો દાવો કર્યા બાદ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે એક વોટ્સએપ મેસેજ આવ્યો છે પરંતુ તે પરીક્ષા પૂર્ણ થયા પછીનો હતો. હજુ સુધી કોઈ આધારભૂત પુરાવા મળ્યા નથી. અમારી પાસે આજદીન સુધી એકેય પુરાવો આવ્યો નથી. વર્ષ ૨૦૧૯માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવાની ઘટના હજુ તાજી જ છે, ત્યારે ફરી ૨૦૨૧માં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું છે. આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. સરકાર પણ અસિત વોરાના બચાવમાં હોય તેવા આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.


