લાલપુર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુઝકો અર્પણ” અભિયાન હેઠળ એક ખેડૂતને ચોરાયેલો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આશરે રૂ. 2,29,000/-ની કિંમતનો ચોરાયેલો મગફળીનો જથ્થો મૂળ ફરિયાદીને સુપરત કરાયો હતો.
આ ઘટના લાલપુર તાલુકાના દલતુંગી ગામમાં બની હતી, જ્યાં એક ખેડૂતની મગફળીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મળતા જ લાલપુર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ચોરી થયેલા માલમાંથી મોટાભાગનો જથ્થો સફળતાપૂર્વક રિકવર કર્યો હતો.
પોલીસ અધિક્ષક ડી. રવિ મોહન સૈની અને લાલપુર વિભાગના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. ગળચરની દેખરેખ હેઠળ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં મુદ્દામાલ ફરિયાદીને પરત સોંપવામાં આવ્યો હતો.

