Gujarat

ઘોઘંબાના લિસ્ટેડ બુટલેગર પર ‘પાસા’ હેઠળ કાર્યવાહી, ગોધરા રાયોટીંગ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો

પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના લિસ્ટેડ બુટલેગર વિનોદ દોલતભાઈ બારીઆને પાસા (PASA) હેઠળ અટકાયત કરીને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

વિનોદ બારીઆ, જે ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના ભગત ફળિયાનો રહેવાસી છે, તેની સામે રાજગઢ અને કાલોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર જથ્થો રાખવાના કુલ ચાર ગુના નોંધાયેલા છે.

રાયોટીંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી ઈરફાન ઉર્ફે મેન્ડીસ ઈબ્રાહીમ મન્સૂરી ઝડપાયો

આ શખ્સની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે, LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.એ. પટેલ દ્વારા તેની વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ આ દરખાસ્તને મંજૂરી આપતા, આરોપી વિનોદ બારીઆને પાસા ધારા હેઠળ અટકાયત કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશના આધારે, LCB સ્ટાફે ખાનગી બાતમીદારોની મદદથી અને વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી.