Gujarat

જામનગર ભાજપ દ્વારા મહાનગર પાલિકા ચૂટણી પ્રક્રિયા શરૂ

જામનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્રોના વિતરણ સાથે આશાસ્પદ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજે, 1 એપ્રિલ 2026 ના રોજ સવારે 10:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોર્મ મેળવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ ભીડ ભાજપમાં ઉમેદવારી માટેના પ્રબળ ઉત્સાહને દર્શાવે છે.

પક્ષ દ્વારા આવતીકાલે, 2 એપ્રિલ 2026 ના રોજ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે બે અલગ-અલગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

વોર્ડ નંબર 1 થી 8 માટે સેન્સ પ્રક્રિયા જામનગરના ફ્રેન્ડ્સ હોલ ખાતે યોજાશે, જ્યારે વોર્ડ નંબર 9 થી 16 માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.