Gujarat

રાજ્યમાં કૃષિ વિભાગમાં બઢતી સાથે મોટાપાયે બદલી

રાજ્યમાં વધુ એક વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે.

વિભાગના અલગ અલગ એકમોમાં કાર્યરત કુલ ૪૬ મદદનીશ ખેતી નિયામક વર્ગ-૨ના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના ખેતી અધિકારી સંવર્ગના ૧૮ કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે.

૮ ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન

આ બઢતી હેઠળ ૧૮ ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન આપી નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિભાગ દ્વારા બઢતી સાથે બદલીના આદેશો જારી કરાતા વહીવટમાં વધુ ગતિ અને કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કૃષિ સંબંધિત યોજનાઓના અમલીકરણમાં વધુ ઝડપ આવશે

સરકારના આ ર્નિણયથી રાજ્યમાં કૃષિ સંબંધિત યોજનાઓના અમલીકરણમાં વધુ ઝડપ આવશે અને ખેડૂત કલ્યાણના કાર્યોને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બધા અધિકારીઓને તાત્કાલિક નવા સ્થળે ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.