વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની ‘પાકી એન્ટ્રી‘ થશે
રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. ૧૯૪૮થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
જેમાં હવે ઓછામાં ઓછી ૧૦ ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં ૨૦ ગુઠાએ થતું હતું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું છે. ગુંઠા જમીન એટલે ૧,૦૮૯ સ્કે. ફૂટ થાય, તેથી ૧૦ ગુંઠા જમીન હોય તો ૧૦,૮૯૦ સ્કે. ફૂટ થાય.
જ્યારે ૧૩૫-ડીની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં ૩૦ દિવસનો પિરિયડ હતો, જેને હવે ઘટાડીને ૭ દિવસ કરવામાં આવ્યો છે. વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની ‘પાકી એન્ટ્રી‘ થશે.
‘ટુકડા ધારા-૧૯૪૭’માં ધરખમ સુધારા
રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર ૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા-૧૯૪૭’માં ધરખમ સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ રાજ્યમાં નવા સુધારાઓ લાગુ પડશે.
૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા-૧૯૪૭‘માં ધરખમ ફેરફારો
શું ર્નિણય લેવાયો છે?
જૂના ભંગની માફી:૧૯૪૮થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગને કોઈપણ પેનલ્ટી વગર વિનિયમિત (ઇીખ્તેઙ્મટ્ઠિૈડી) કરાશે.
વટહુકમની મંજૂરી: રાજ્યપાલની મંજૂરી બાદ રાષ્ટ્રપતિની મંજૂરીની પ્રક્રિયા હેઠળ.
નવો સુધારો શું કરાયો?
એકસમાન નિયમ: સમગ્ર રાજ્યમાં હવે લઘુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરાયું (અગાઉ અલગ-અલગ વિસ્તારોમાં માપદંડો અલગ હતા).
શહેરી મુક્તિ: મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ (છેંડ્ઢછ, ય્ેંડ્ઢછ વગેરે)ના વિસ્તારોને ટુકડા ધારામાંથી સંપૂર્ણ મુક્તિ.
૧૦% પેનલ્ટી રદ: અગાઉ જંત્રીના ૧૦% ભરીને પણ વ્યવહાર ફોક ગણાતો, જે હવે આપોઆપ કાયદેસર થશે.
શા માટે ર્નિણય લેવાયો છે?
જટિલતા દૂર કરવા: જૂના કાયદાને કારણે લાખો ખેડૂતો અને ખરીદદારો કાયદાકીય ગૂંચવણમાં ફસાતા હતા.
ટાઇટલ ક્લિયર કરવા: ‘બોનાફાઇડ‘ (સાચા) ખરીદદારોની જમીનના ટાઇટલ ક્લિયર કરી તેમને માલિકી હક અપાવવા.
વિકાસને વેગ આપવા: શહેરી વિસ્તારોમાં જમીન લે-વેચ અને બાંધકામની પ્રક્રિયાને અવરોધમુક્ત બનાવવા.
ખેતીની જમીનનો ફાઈલ ફોટો.
ખેતીની જમીનનો ફાઈલ ફોટો.
કંઈ સમસ્યાનું સમાધાન થશે?
કોર્ટ કેસોનો અંત: રેવન્યુ કોર્ટમાં વર્ષોથી ચાલતા હજારો કેસોનો કાયમી નિકાલ આવશે.
ભ્રષ્ટાચાર પર લગામ: જમીન નિયમિત કરવા માટે થતી બિનજરૂરી હેરાનગતિ અને ભ્રષ્ટાચાર અટકશે.
વહીવટી સરળતા: જમીનના રેકોર્ડ્સ અપડેટ કરવામાં આવતી ટેકનિકલ ખામીઓ દૂર થશે.
આ ર્નિણયથી કોને રાહત મળશે?
ખેડૂતોને: નાના ટુકડા ધરાવતા લાખો ખેડૂતોને પેનલ્ટી વગર માલિકી હક મળશે.
સામાન્ય નાગરિકોને: જેમણે વર્ષો પહેલા નાના પ્લોટ કે જમીન ખરીદી છે પણ નોંધ ચઢી નથી, તેમને મોટી રાહત.
રિયલ એસ્ટેટ સેક્ટર: શહેરી વિસ્તારોમાં દ્ગછ અને બાંધકામની મંજૂરી મેળવવી સરળ બનશે.
કોને આ ર્નિણય લાગુ પડશે?
સમગ્ર ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના જમીન ધારકોને.
૧૯૪૮થી અત્યાર સુધી કાયદાના ભંગ હેઠળ આવતા તમામ કિસ્સાઓને.
ભવિષ્યમાં જમીનના ટુકડા કરનાર નવા ખરીદ-વેચાણ કરનારાઓને (૧૦ ગુંઠાની મર્યાદામાં).
લોકોને કેવી રીતે ફાયદો થશે?
આર્થિક બચત: કોઈપણ પ્રકારની પેનલ્ટી ભરવી નહીં પડે, જેનાથી નાણાંની બચત થશે.
સમયની બચત: કોર્ટ-કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
મિલકતની કિંમત: જમીનના ટાઇટલ ક્લિયર થવાથી મિલકતની બજાર કિંમત વધશે અને બેંક લોન લેવી સરળ બનશે.
‘સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે’
વાઘાણીએ કહ્યું હતું કે, પરંતુ હવે આ તમામ વ્યવહારો આપોઆપ વિનિયમિત થઈ જશે અને કાયદેસર ગણાશે. અત્યાર સુધી જંત્રીના ૧૦ ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને ‘ફોક’ ગણાતા હતા, પરંતુ હવે આ ક્રાંતિકારી સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસોનો કાયમી નિકાલ આવશે.
‘હવેથી ૧૦ ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં’
વાઘાણીએ કહ્યું હતું કે, અગાઉ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત અને જીરાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ-અલગ હોવાથી સામાન્ય ખેડૂત મૂંઝવણમાં રહેતો હતો. હવે આ જટિલતા દૂર કરી સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે. ખેતીની ગુણવત્તા જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે ર્નિણય લેવાયો છે કે, હવેથી ૧૦ ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જે ખેતીની વાયબિલિટી વધારશે.
વાઘાણીએ ઉમેર્યું હતું કે, સેટલમેન્ટ કમિશનર બીજલ શાહના અધ્યક્ષપદે રચાયેલી કમિટીના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ભલામણો સ્વીકારવામાં આવી છે. આ ર્નિણયથી ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે અને જમીન સંબંધી વિવાદોમાં જે નાણાં અને સમયનો વ્યય થતો હતો, તેનો કાયમી અંત આવશે.
૧૩૫-ડ્ઢની ૩૦ દિવસની નોટિસમાંથી મુક્તિ આપવાનો ર્નિણય
વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં ૩૦ દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જાેવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ લેનાર કેટલાક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું (બ્લેકમેલિંગ) કામ કરતા હતા. મુખ્યમંત્રીએ આ જટિલતાને સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં ૧૩૫-ડ્ઢની ૩૦ દિવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો સાહસિક ર્નિણય લીધો છે.
જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા હુકમોની નોંધ વખતે પણ હવે ૧૩૫-ડ્ઢની નોટિસ બજવવાની રહેશે નહીં, તેની સીધી જ અમલવારી કરવામાં આવશે.
જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-ડ્ઢમા મોટા સુધારા
નવો સુધારો શું કરાયો?
સીધી નોંધ : જાે ૧ વર્ષથી કોઈ ફેરફાર ન હોય અને તમામ હકદારોએ સહી કરી હોય, તો નોટિસ વગર તુરંત નોંધ થશે.
સમયમાં ઘટાડો: તપાસની જરૂર હોય તેવા કિસ્સામાં નોટિસનો સમય ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરાયો.
અદાલતી હુકમો: કોર્ટ કે ટ્રિબ્યુનલના હુકમોની નોંધમાં હવે ૧૩૫-ડ્ઢની નોટિસ બજવવાની રહેશે નહીં.
શું ર્નિણય લેવાયો છે?
નોટિસ મુક્તિ: જમીન કે મિલકતના વેચાણ દસ્તાવેજની નોંધ માટે હવે ૩૦ દિવસની ફરજિયાત નોટિસમાંથી મુક્તિ અપાઈ.
ઝડપી અમલીકરણ: વિવાદ વગરના કિસ્સામાં તે જ દિવસે નોંધ પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી‘ થશે.
શા માટે ર્નિણય લેવાયો છે?
વિલંબ દૂર કરવા: ૩૦ દિવસની લાંબી રાહ જાેવી પડતી હતી, જેના કારણે પ્રક્રિયા ધીમી થતી હતી.
બ્લેકમેલિંગ અટકાવવા: લાંબા સમયગાળાનો લાભ લઈ કેટલાક તત્વો ખોટા વાંધા ઉઠાવી નાણાં પડાવતા હતા, જે અટકાવવા.
કંઈ સમસ્યાનું સમાધાન થશે?
ખોટા વાંધા-વચકા: જૂના બાનાખત કે કાચી ચિઠ્ઠીના આધારે થતી હેરાનગતિ બંધ થશે.
તકરારી કેસો: ભવિષ્યમાં મહેસૂલી અદાલતોમાં ચાલતા તકરારી કેસોની સંખ્યામાં મોટો ઘટાડો થશે.
કાયદાકીય ગૂંચવણ: મામલતદારથી જીજીઇડ્ઢ સુધીના કેસોનો ઝડપી નિકાલ આવશે.
આ ર્નિણયથી કોને રાહત મળશે?
ખેડૂતો: ખેતીની જમીનના વેચાણ અને વારસાઈની પ્રક્રિયામાં સરળતા.
મધ્યમ વર્ગ: ઘર, પ્લોટ કે ફ્લેટ ખરીદનારા સામાન્ય નાગરિકોને ઝડપી માલિકી હક મળશે.
સીધી લીટીના વારસદારો: વારસાઈ મિલકતની તબદીલીમાં થતી બિનજરૂરી હેરાનગતિ બંધ થશે.
કોને આ ર્નિણય લાગુ પડશે?
તમામ મિલકત ધારકો: ખેતીની જમીન, રહેણાંકના મકાન, ફ્લેટ અને દુકાન રાખનાર તમામ નાગરિકોને.
ર્ઁછ કેસો: જ્યાં પાવર ઓફ એટર્ની (ર્ઁછ) દ્વારા વ્યવહાર થયો હોય ત્યાં ૭ દિવસની નોટિસનો નવો નિયમ લાગુ પડશે.
લોકોને કેવી રીતે ફાયદો થશે?
સમયની બચત: મહિનાઓ સુધી ચાલતી પ્રક્રિયા હવે ગણતરીના દિવસોમાં પૂર્ણ થશે.
ર્નિભય વ્યવહાર: ખરીદનાર અને વેચનાર બ્લેકમેલિંગના ડર વગર વ્યવહાર કરી શકશે.
જમીન, દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતો લોકોને ફાયદો થશે
વાઘાણીએ જણાવ્યું હતું કે, આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને જીજીઇડ્ઢ સુધી ચાલતા કેસો, જે માત્ર ૧૩૫-ડ્ઢના વાંધાને લીધે વિલંબમાં હતા, તેનો ઝડપથી નિકાલ આવશે.
રાજ્યના લાખો નાગરિકોને ફાયદો થશે
ભવિષ્યમાં તકરારી કેસો ખૂબ ઘટશે અને સૌથી મહત્વપૂર્ણ મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત-કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા, તે બ્લેકમેલિંગ પણ હવે બંધ થશે. પરિણામે ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર ર્નિભય થઈને વ્યવહાર કરી શકશે. જેનો સીધો લાભ રાજ્યના લાખો નાગરિકોને મળશે.
રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા બાદ અમલમાં આવશે
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ બંને વટહુકમ ટુકડાધારા અને ૧૩૫-ડીને રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ અમલમાં આવશે. આ ર્નિણયો રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપશે અને સાથે જ ખેડૂતો, જમીન માલિકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
૧૩૫(ડી)ની નોટિસ શું છે?
હકીકતમાં કોઇપણ મિલકતની ગામ નમૂના નં.૬માં નોંધ પાડવી હોય તો જ ૧૩૫(ડી)ની નોટિસ આપવાની હોય છે. પરંતુ ૧૩૫(ડી)ની નોટિસ ખેતીની જમીનમાં આપવાની હોય છે જ્યારે બિનખેતી મિલકત હોય તો ગામ નમૂના નં.૨માં નોંધ પાડવાની હોય છે. જેથી મિલકતનો મહેસૂલ વેરો કોની પાસેથી વસૂલવાનો છે તે તંત્રને ખબર પડી શકે.
૧૦ વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડાની આશા
જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, આથી રસ્તાની ગુણવત્તા જળવાશે, મુસાફરો વધુ સુરક્ષિત બનશે અને લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો થશે. ડામર સપાટી, સાઈડ સોલ્ડરિંગ, માર્કિંગ, સાઇનબોર્ડ, રોડ ફર્નિચર સહિત તમામ બાબતોને એક જ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. અગાઉ ૪ વર્ષની મર્યાદા હતી, હવે તેને વધારીને ૭ વર્ષ કરવામાં આવી છે, જેનાથી આગામી ૭થી ૧૦ વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે.
રસ્તાના સમારકામ અને રિસર્ફેસિંગ માટે માટે ?૩૪૪૦ કરોડનો ર્નિણય
જીતુ વાઘાણીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે માળખાકીય સુવિધાઓ અત્યંત મહત્વની છે અને ખાસ કરીને ગામડાથી શહેર સુધી જાેડતા રસ્તાઓને વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સરકારે ઐતિહાસિક ર્નિણય લીધો છે. રાજ્યમાં અંદાજે ?૩૪૪૦ કરોડના ખર્ચે લગભગ ૫૭૦૦ કિમી રસ્તાઓના સમારકામ અને રિસર્ફેસિંગ માટે એકસાથે ૨૩૪૨ કામોને મંજૂરી આપવામાં આવી છે, જે ૩૩ જિલ્લાઓમાં અમલમાં આવશે.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડતી અગવડતાઓ દૂર કરવા માટે આ ર્નિણય મહત્વપૂર્ણ સાબિત થશે. અત્યાર સુધી રિસર્ફેસિંગ માટે ચોક્કસ ધોરણ ન હોવાથી રજૂઆતોના આધારે કામ થતું હતું, પરંતુ હવે સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.

