ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામે એક ખેતરમાં અજગર દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક આ વિશાળ અજગર નજરે પડ્યો હતો.
અજગર દેખાતા જ ખેડૂતો ગભરાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અજગર ખેતરના વિસ્તાર નજીક દેખાયો હોવાથી ખેડૂતોએ થોડા સમય માટે પોતાનું કામ બંધ કરી દીધું હતું.
આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી હતી. વન વિભાગ દ્વારા અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને માલણ ડેમ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ ગ્રામજનોએ રાહત અનુભવી હતી.

