Gujarat

ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 માટે ઉમેદવારી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને કોડીનાર સિવાયની નગરપાલિકાઓ માટે 26 એપ્રિલ, 2026ના રોજ ચૂંટણી યોજાશે. આ પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના 1 એપ્રિલ, 2026ના આદેશ અનુસાર, ગીર સોમનાથ જિલ્લાની તમામ સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 6 એપ્રિલ, 2026થી શરૂ થઈ ગઈ છે અને 11 એપ્રિલ, 2026 સુધી ચાલશે. ઉમેદવારી પત્રો દરરોજ સવારે 11:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા ઉમેદવારી ફોર્મ મેળવવા અને રજૂ કરવા માટેના સ્થળોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટેના નિર્ધારિત સ્થળોનો સમાવેશ થાય છે.