પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે શિયાળા દરમ્યાન વિદેશી પક્ષીઓનું આગમન થયું હતું. પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે ગત જાન્યુઆરીથી માર્ચ માસમાં 1173 પ્રવાસીઓએ પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ, પક્ષી વિશે જાણકારી મેળવી રોમાંચ અનુભવ્યો હતો. પોરબંદર શહેર મધ્યે 9.33 હેક્ટરમાં પક્ષી અભયારણ્ય ફેલાયેલ છે. અહીં વેટલેન્ડ આવેલ છે અને વેટલેન્ડ ખાતે કૃત્રિમ માઉન્ટ બનાવવામાં આવ્યા છે.
શિયાળા દરમ્યાન વિદેશી પક્ષીઓ પોરબંદરમાં મહેમાન બન્યા હતા, વિદેશી પક્ષીઓની અનેક પ્રજાતિ પક્ષી અભયારણ્ય ખાતે જોવા મળે છે અને સ્થાનિક પક્ષીઓ પણ પક્ષી અભયારણ્ય ખાતે આવે છે. પક્ષી અભયારણ્ય ખાતે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે, સાથોસાથ શહેરની વિવિધ શાળાના છાત્રો તેમજ આસપાસના ગામોના લોકો પણ મુલાકાતે આવી અભયારણ્યનો નજારો જુવે છે.
પક્ષી અભયારણ્ય ખાતે પ્રવાસીઓની નોંધ લેવામાં આવી રહી છે ત્યારે ગત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ માસ દરમ્યાન 1173 પ્રવાસીઓએ પક્ષી અભયારણ્ય ખાતે મુલાકાત લઈને વેટલેન્ડ, વૃક્ષો, પશુ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.
પક્ષી અભયારણ્ય ખાતેના સ્ટાફ દ્વારા પ્રવાસીઓને પક્ષીઓ વિશેની જાણકારી આપી હતી. પ્રવાસીઓએ પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ વિવિધ પક્ષીઓ વિશેની જાણકારી મેળવી રોમાંચ અનુભવ્યો હતો. ડિસેમ્બરમાં 348 પ્રવાસી આવ્યા ઉલ્લેખનીય છે કે, પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે પ્રવાસીઓની આવકમાં વધારો થઈ રહ્યો છે. ગત ડિસેમ્બર માસ દરમ્યાન 348 પ્રવાસીઓએ પક્ષી અભયારણ્ય ખાતે મુલાકાત લીધી હતી અને બુકમાં નોંધ કરાવી હતી.

