International

‘આર્ટેમિસ II‘ મિશન પર ગયેલા અવકાશયાત્રીઓએ ચંદ્ર નજીકથી અદ્ભુત તસવીરો કેમેરામાં કેદ કરી

અમેરિકન સ્પેસ એજન્સી નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના ‘આર્ટેમિસ II‘ મિશન પર ગયેલા અવકાશયાત્રીઓએ ચંદ્ર નજીકથી અદ્ભુત તસવીરો કેમેરામાં કેદ કરી છે, જેમાં પૃથ્વીનો ઉદય અને અસ્ત થવું, દુર્લભ સૂર્યગ્રહણ અને ચંદ્રના અંધારા ભાગમાં છુપાયેલા રહસ્યોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આપણે દરરોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત જાેતા હોઈએ છીએ. ત્યારે ‘આર્ટેમિસ ૨‘ મિશન પર ગયેલા ચાર અવકાશયાત્રીઓએ ચંદ્રની પાછળની બાજુ (હ્લટ્ઠિ જૈઙ્ઘી)થી ઐતિહાસિક ‘અર્થરાઇઝ‘ (પૃથ્વીનો ઉદય) અને ‘અર્થસેટ‘ (પૃથ્વીનો અસ્ત) કેમેરામાં કેદ કર્યો છે. ક્રૂએ ૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે ૭:૨૨ વાગ્યે (ઈ્) ઓરિયન અવકાશયાનની બારીમાંથી ‘અર્થરાઇઝ‘નો નજારો કેદ કર્યો હતો. અવકાશના ઘેરા અંધકારની વચ્ચે પૃથ્વીનો આછો વાદળી રંગ અને વિખરાયેલા સફેદ વાદળોની સિસ્ટમ અલગ તરી આવે છે, જ્યારે તેનો નીચેનો ભાગ રાત્રિના અંધકારમાં ભળી જાય છે.

આ તસવીરને ૪૦૦ દ્બદ્બ લેન્સ વડે લેવામાં આવી છે. ફોટોમાં બંને અવકાશી પિંડો એવી રીતે ગોઠવાયેલા છે કે, તેમના ઉત્તર ધ્રુવ ડાબી બાજુ અને દક્ષિણ ધ્રુવ જમણી બાજુ છે, જે ઊંડા અવકાશમાંથી આપણા ગ્રહનો એક અનોખો પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે. આર્ટેમિસ ૨ મિશન પર ગયેલા ૪ અવકાશયાત્રીઓ- રીડ વાઇસમેન, ક્રિસ્ટિના કોચ, જેરમી હેન્સન અને વિક્ટર ગ્લોવરે એક દુર્લભ પૂર્ણ સૂર્યગ્રહણ કેદ કર્યું, જે માત્ર ઓરિયન સ્પેસક્રાફ્ટમાંથી જ દેખાતું હતું. વાસ્તવમાં, જેમ જેમ સ્પેસક્રાફ્ટ ચંદ્રની પાછળ ગયું, સૂર્ય લગભગ એક કલાક માટે ગાયબ થઈ ગયો, જેનાથી પૂર્ણ સૂર્યગ્રહણ સર્જાયું હતું. આનું કારણ એ હતું કે, ચંદ્રએ અવકાશયાનના દૃષ્ટિકોણથી સૂર્યને સીધો જ રોકી દીધો હતો. ક્રૂએ સૂર્યના ‘કોરોના‘ (સૂર્યનું સૌથી બહારનું વાતાવરણ) નો સુરક્ષિત રીતે અભ્યાસ કરવા માટે ખાસ એકલિપ્સ વ્યુઅર્સ (ગ્રહણના ચશ્મા)નો ઉપયોગ કર્યો હતો. આ ચશ્મા બિલકુલ એવા જ છે જે નાસા દ્વારા ૨૦૨૩ના એન્યુલર (વલયાકાર) ગ્રહણ અને ૨૦૨૪ના સંપૂર્ણ સૂર્યગ્રહણ માટે બનાવવામાં આવ્યા હતા. ચંદ્ર પરથી સુરક્ષિત રીતે સૂર્યગ્રહણ જાેવા માટે ‘એકલિપ્સ ગ્લાસીસ‘નો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ક્રૂએ ‘ઓરિએન્ટલ બેસિન‘નો ફોટો પણ ક્લિક કર્યો હતો, જે લગભગ ૯૬૫ કિલોમીટર પહોળો એક વિશાળ ઈમ્પેક્ટ ક્રેટર (અથડામણથી બનેલો ખાડો) છે. આ બેસિન અબજાે વર્ષો પહેલા રચાયો હતો, જ્યારે અવકાશનો એક વિશાળ ખડક ચંદ્ર સાથે અથડાયો હતો, જેના કારણે ચંદ્રના પોપડામાં પહાડો જેવી લહેરો (ઇૈॅॅઙ્મીજ) પેદા થઈ હતી. ક્રૂએ આ ખાડાઓના નામ સ્પેસક્રાફ્ટના નામ પરથી ‘ઇન્ટિગ્રિટી‘ (ૈંહંીખ્તિંૈઅ) અને કમાન્ડર રીડ વાઇસમેનનાં દિવંગત પત્નીના સન્માનમાં ‘કેરોલ‘ (ઝ્રટ્ઠિિર્ઙ્મઙ્મ) રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે.