અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ હોટલો અને રેસ્ટોરેન્ટ તેમજ ઉત્પાદકો અને પનીરનો ઉપયોગ કરનાર તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોને મિલ્ક પનીર/એનાલોગ પનીર (નોન ડેરી પ્રોડક્ટ)ના ઉપયોગ અંગે સ્પષ્ટપણે દર્શાવવા સૂચના આપી છે. છસ્ઝ્ર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વસ્ત્રાલ વિસ્તારમાં ભૈરવનાથ પંજાબી તડકા નામની રેસ્ટોરન્ટ દ્વારા પનીર અંગેનું મેનુ કાર્ડ પ્રદર્શિત કર્યું નહોતું તેમજ ફૂડ સેફ્ટી લાઇસન્સ નહોતું જેથી તેને સીલ કરવામાં આવ્યું હતું, જ્યારે નવરંગપુરા પોલિટેકનિક પાસે પંજાબદી મહેક નામની રેસ્ટોરન્ટમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જીવતો અને રસોડામાં ગંદકી જાેવા મળી હતી તેમજ અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા તેને સીલ કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, પનીરના નામે એનાલોગ પનીરનું વેચાણ કરનારા તેમજ નાગરિકોને ગેરમાર્ગે દોરનારા લોકો તેમજ બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરનારા વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું. ગોતા વિસ્તારમાં વિશ્વાસ સિટી ૬ નામના કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ડેરીમાંથી ૧૪૦ કિલો અને નરોડા વિસ્તારમાં સુતરના કારખાનાની સામે મધુસૂદન બિઝનેસ હબમાં આવેલી રાધે ડેરીમાંથી ૧૦૪ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ૩ એપ્રિલથી ૭ એપ્રિલ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પનીરના ૬૯, દૂધની બનાવટના ૫૨, નોનવેજ પ્રોડક્ટ્સના ૨૫, બેકરી પ્રોડક્ટસના ૬, શેરડીના રસના ત્રણ અને અન્ય ૨૯ એમ અલગ અલગ કુલ ૧૮૮ જેટલા ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા છે. ૪૫૨ ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી છે જેમાંથી ૨૩૫ને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ૧૯૯ કિલો અને ૩૧૮ લિટર અખાતે જથ્થો નાશ કરવામાં આવ્યો છે.

