ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના તમામ 52 ઉમેદવારોએ વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ, આજે પ્રચાર અભિયાનના શ્રીગણેશ એક ‘સંકલ્પ કાર્યક્રમ’ સાથે કરવામાં આવ્યા હતા. જેમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ તથા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો,
આ પ્રસંગે શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ મનપા ચૂંટણીના 52 ઉમેદવારો માટે સંકલ્પ લેવાનો કાર્યકમ યોજાયો હતો. જેમાં આગેવાન પાર્ટીની રણનીતિ અને સેવાના લક્ષ્ય અંગે વિગતો આપી હતી, ભારતીય જનતા પાર્ટીના તમામ 52 ઉમેદવારો આજે એક અતૂટ સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે.
તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર સેવા, દેશહિતને સર્વોપરી રાખી કાર્ય કરવું, શહેરના પાયાના પ્રશ્નો અને આધુનિક સુવિધાઓ પર ભાર મૂકવો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘અંત્યોદય’ના વિચારને સાર્થક કરી, સમાજના છેવાડાના અને નાનામાં નાના માણસ સુધી સરકારી યોજનાઓ અને સેવાનો લાભ પહોંચાડવો માટે આહવાન કરવામાં અવાયું હતું.
જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાના શપથ લીધા તેમજ તમામ 52 નગરસેવક પદના ઉમેદવારોએ આજે શપથ લીધા હતા કે તેઓ ભાવનગરની જનતાના વિશ્વાસ પર ખરા ઉતરશે. આગામી દિવસોમાં આ ઉમેદવારો ઘરે-ઘરે જઈને ભાજપના શાસન દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને ભવિષ્યના આયોજનો અંગે જનસંપર્ક કરશે..

