Gujarat

ગૌવંશની હત્યા મામલે મહિલા સહિત 8 પાસામાં

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે ગૌવંશની કતલ કરી ગૌ માસનું વેચાણ કરતા આઠ ઇસમો સામે પોલીસે કડક કાર્યવાહી કરી તમામને પાસા હેઠળ વિવિધ જેલોમાં ધકેલી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌવંશની કતલ કરી વેચાણ કરનાર વ્યકિતઓ સામે ભારે રોષ ફાટી પડયો હતો, તેમાં આવા ઇસમો સામે પોલીસે પણ કડક કાર્યવાહી કરી પાસા માટેની દરખાસ્ત કલેકટરને કરતા કલેકટરે તેને મંજૂર કરી સાત પુરૂષ અને એક મહિલા જેમાં જાવીદ શબીર બાબીને ભૂજ જેલ, ફારૂક યુસુફ બાબીને ભાવનગર જેલ, ઇદરીશ સલીમ બાબીને વડોદરા જેલ, નદીમ જાગીર પલાને પાલનપુર જેલ, મહંમદ હનીફ ઉર્ફે મુન્નાફ બાપુ એહમદ મીયા સૈયદને રાજપીપરા જેલ, મુસા અલ્લારખા રાડીયાને નડીયાદ જેલ, વસીમ ઇલીયાસભાઇ થૈયમને સુરત જેલ અને સલમાબેન ઇલીયાસભાઇ થૈયમને સાબરમતી જેલ વોરંટના આધારે તાત્કાલિક પકડીને મોકલી આપવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી ગૌવંશની હત્યા કરી વેચનારાઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.