Gujarat

વાડીનાર અપહરણ કેસમાં તમામ 6 આરોપી નિર્દોષ છૂટ્યા

લાલપુર કોર્ટે વાડીનાર ગામમાં 2018માં નોંધાયેલા અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં તમામ છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ ઈરાકની અલ મુઝર પેટ્રોલિયમ કંપનીના એક અધિકારીના અપહરણ સાથે સંબંધિત હતો. કોર્ટે બચાવ પક્ષના વકીલો દ્વારા રજૂ કરાયેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. બચાવ પક્ષ વતી સિનિયર એડવોકેટ નિલેશ બોડા, હિરેનસિંહ રાણા, શક્તિસિંહ જાડેજા અને સરોજ સંઘાણીએ કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી.