જામનગરને જાનદાર શાનદાર જાજરમાન બનાવવા નગરજનો ઉત્સુક.
ભારતીય જનતા પાર્ટી જામનગરના તમામ વોર્ડના ઉદ્ઘાટન સમયે જનમેદની જોતા ભારતીય જનતા પાર્ટીની થઇ રહી છે ભવ્ય જીત નિશ્ચિત.
જામનગર શહેર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૬ વોર્ડમાં સમરસતા જળવાઈ, દરેક જ્ઞાતિ સમાજનું પ્રતિનિધિત્વ જળવાય તેવા ઉમેદવારો ની પસંદગી, જામનગર શહેર ને જાનદાર, શાનદાર, જાજરમાન બનાવવા ના ભારતીય જનતા પાર્ટી ના ઘોષણા પત્ર થી નગરજનો પ્રભાવિત છે. ભારતીય જનતા પાર્ટી ના પ્રત્યેક ઉમેદવાર ને પ્રત્યેલ વોર્ડમાં જીત અપાવવા, જંગી બહુમતી થી જીતાડવા ઉત્સુક છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૬ વોર્ડ ના કાર્યાલયો ના ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત રહેલ જનમેદની જોતા સ્પષ્ટ જણાય રહ્યું છે કે આગામી ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી નો પ્રત્યેક ઉમેદવાર, પ્રત્યેક વોર્ડ માં જંગી બહુતી થી વિજય પ્રાપ્ત કરશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગરનો વિકાસ કરવામાં આવેલ છે, નગરજનોની સુવિધા હોય, સ્વાસ્થ્ય સેવા હોય, સ્વચ્છતા ની બાબત હોય, નલ સે જળ ની સુવિધા હોય દરેક ક્ષેત્ર માં દરેક વિસ્તાર – દરેક વોર્ડ માં ઇન્ફ્રાસ્ટ્રકચ સહીત વ્યવસ્થાપન ની દ્રષ્ટિએ વિકાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘોષણા પત્ર માં (૧) ગ્રીન રીંગ રોડ પ્રોજેક્ટ, (૨) ફાટક મુક્ત જામનગર, (૩) ગ્રીન કવરેજ વધારવા તથા અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ, (૫) રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ, (૬) રીન્યુએબલ એનર્જી તથા સોલારની ઉપલબ્ધતા વધારવા બાબત, (૭) પી. એમ. ઇ-બસ યોજના, (૮) ઘરનું ઘર સ્વપ્ન, (૯) ૧૪૦૪ રીડેવલોપમેન્ટ, (૧૦) નલ–સે–જલ પાણી પુરવઠા (વિતરણ) યોજના, (૧૧) રણજિત સાગર ડેમ સ્ટ્રેન્ધનીંગ, (૧૨) ભૂગર્ભ ગટર નેટવર્ક આયોજન, (૧૩) આરોગ્ય અને શિક્ષણ, (૧૪) સ્ટ્રીટ લાઇટનું આયોજન, (૧૫) ઈ-લાઇબ્રેરી, (૧૬) આગવી ઓળખ, (૧૭) રમત-ગમત, (૧૮) નવા ફાયર સ્ટેશન અને જૂના ફાયર સ્ટેશનનું અપગ્રેડેશન, (૧૯) વેસ્ટ-ટુ-વન્ડર પાર્ક, (૨૦) વરસાદી પાણી સંગ્રહ અને નિકાલ, (૨૧) ચેલા પાસે ત્રીજું સ્મશાન ગૃહ બનાવવા બાબત (૨૨) રીયુઝ વેસ્ટ વોટર પ્લાન્ટ, (૨૩) કેચ ધ રેઈન, (૨૪) રખડતા પશુ નિયંત્રણ અને સારસંભાળ, (૨૫) બેડીપોર્ટ પર્યટન, (૨૬) ટ્રાફિક સમસ્યા અને નિવારણ સહીત મહત્વ ના મુદ્દાઓ સમાવિષ્ઠ કરવામાં આવ્યા છે. જે લોકો ને પ્રભાવિત કરી રહ્યા છે. પ્રાથમિક સુવિધા થી લઇ આધુનિકરણ સુધી ના મુદ્દાઓ ને ઘોષણા પત્ર માં આવરી લેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી નું ઘોષણા પત્ર નગરજનો ને પ્રભાવિત કરી રહ્યું છે, નગરજનો માં ભારતીય જનતા પાર્ટી ના દરેક વોર્ડ ના દરેક ઉમેદવાર ને જુંગી બહુમતી થી જીત આપવાની ઉત્સુકતા દેખાય રહી છે.
જામનગર શહેર માં ૧૬ વોર્ડ કાર્યાલયો ઉદ્ઘાટન સમયે જોવા મળેલ જગી અને સ્વયંભૂ જનમેદની, ઘોષણા પત્ર દ્વારા લોકો માં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જોવા મળતો ઉત્સાહ, ભારતીય જનતા પાર્ટી દાયકાઓ થી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં જનસેવામાં સત્તાઉપર છે, અને પક્ષ દવારા કરવામાં આવેલ જામનગરના વિકાસના તાદસ ઉદાહરણ ને દયાને લેતા સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી નો પ્રત્યેક વોર્ડ માં પ્રત્યેક ઉમેદવાર જુંગી બહુમતી થી વિજય પ્રાપ્ત કરી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી સત્તા સંભાળશે, અને જામનગર ને વધુ જામનગરને જાનદાર શાનદાર જાજરમાન બનાવશે.
રાજકીય વિશ્લેષકોના આકલન મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની ઘોષણા માં સુક્ષમતા દાખવવામાં આવી છે, દરેક જ્ઞાતિ – જાતિ – ઉમર – અનુભવ – ઉત્સાહ ને આવરી લેવામાં આવેલ છે. પ્રત્યેક પેનલ માં એક અનુભવી – એક યુવાન એમ જોશ અને હોશનો સમન્વય જોવા મળી રહ્યો છે. આ સમીકરણ ભારતીય જનતા પાર્ટી ને ખુબ બહોળી સંખ્યામાં મત અપાવશે, અને જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે જીતશે એ નિશ્ચિત છે.

