Gujarat

ઉમરપાડામાં બીએસએફ જવાનનું અકસ્માતમાં મોત

વાંકલ
બીએસએફમાં પશ્ચિમ બંગાળની સીમા પર ફરજ બજાવતા મનસુખભાઈ વસાવા ફરજ દરમિયાન રજા મૂકી વતન ઉમરપાડાના સુતખડકા ગામે આવેલ હતા. તેઓ બાઇક લઇને ઘરેથી કામ અર્થે ડેડીયાપાડા જઈ રહ્યા હતા, એ દરમિયાન ડેડીયાપાડાથી નેત્રંગ રોડ પર માસકુવાની હદમાં અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા તેઓ બાઇક ન.જી.જે.૫-જીએ-૯૬૨૨ સાથે રોડ પર પટકાયા હતા. ત્યાંથી પસાર થતાં વાહન ચાલકે ૧૦૮ને ફોન કરતા ડેડીયાપાડા સીએચસી ખસેડા્‌યા હતા, પરંતુ ત્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે ખસેડ્યા હતા. ગંભીર ઇજાઓ હોવાને કારણે તેઓનું મોત નીપજ્યું હતું. તેમના પત્નીએ દ્વારા ડેડિયાપાડામાં પોલીસમાં ફરિયાદ આપી છે. સુતખડકા ખાતે ગાર્ડઓફ ઓનર આપી સન્માન આપી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

BSF.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *